Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

મુખ્યમંત્રી સડક યોજના અન્વયે આઠ મહાનગરોને રસ્તાના કામો માટે ર૧૬ કરોડની ગ્રાન્ટ ફાળવતા વિજયભાઈ રૂપાણી

આ વર્ષે ચોમાસા દરમ્યાન મહાનગરોમાં માર્ગોને થયેલા નૂકશાનની મરામત માટે આ ગ્રાન્ટનો ઉપયોગ કરાશે

અમદાવાદ :મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ રાજ્યની ૮ મહાનગરપાલિકાઓમાં માર્ગો-રસ્તાના કામો માટે મુખ્યમંત્રી સડક યોજના અન્વયે રૂ. ર૧૬ કરોડની ફાળવણી કરવાનો નિર્ણય કર્યો છે. 

  આ ફાળવણી તહેત અમદાવાદ મહાપાલિકાને રૂ. ૬૦ કરોડ, સુરતને રૂ. પ૦ કરોડ, વડોદરાને રૂ. ૩પ કરોડ, રાજકોટને રૂ. રપ કરોડ, ભાવનગરને રૂ. ૧પ કરોડ, જામનગરને રૂ. ૧પ કરોડ, જુનાગઢને રૂ. ૦૬ કરોડ અને ગાંધીનગરને રૂ. ૧૦ કરોડ ફાળવવામાં આવશે.

   આ ગ્રાન્ટમાંથી આ વર્ષે ચોમાસા દરમ્યાન મહાનગરોમાં માર્ગોને થયેલા નૂકશાનની દુરસ્તીના કામો નવરાત્રીમાં શરૂ કરી દેવાશે.   

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, ર૦૧૯-ર૦ના વર્ષ માટે મુખ્યમંત્રી સડક યોજના અન્વયે રૂ. પ૦૦ કરોડની ગ્રાન્ટનું પ્રાવધાન કરવામાં આવેલું છે.

આ રકમમાંથી મહાનગરપાલિકાઓને ગત વર્ષની ફાળવણીના ધોરણે વસ્તીના આધારે કુલ રૂ. ર૪૧.પ૦ કરોડ અને નગરપાલિકાઓને કુલ રૂ. રપ૮.પ૦ કરોડ ફાળવવાના થાય છે. 

રાજ્યની નગરપાલિકાઓને આ ગ્રાન્ટની રકમ તેમની જરૂરિયાતના આધારે GUDM મારફત ફાળવાય છે. મહાનગરપાલિકાઓના કિસ્સામાં આવી રકમની સીધી જ ફાળવણી ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા કરવામાં આવે છે.

(7:47 pm IST)