Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

ગળતેશ્વરના દાતરડી ગામે અગાઉ હત્યાના બનાવમાં નિર્દોષ જેલમાંથી છૂટેલ ચાર સભ્યો પર સામા પક્ષનો જીવલેણ હુમલો: 2ને ગંભીર ઇજા

ગળતેશ્વર: તાલુકાના દાતરડી ગામમાં ગત સન ૨૦૧૬ માં હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં સંડોવાયેલા ચાર ઈસમોને કોર્ટે નિર્દોષ ઠેરવતાં તેઓ ગામમાં આવ્યાં હતાં. તેની જાણ હત્યા થઈ તે પક્ષના સબંધીઓને થતાં તેઓએ ચારેય વ્યક્તિઓ પર હુમલો કરી બે વ્યક્તિઓને ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ સેવાલિયા પોલીસમાં નોંધાઈ છે.

અંગે મળતી માહિતી મુજબ ગળતેશ્વર તાલુકાના દાતરડીમાં રહેતાં પુનમભાઈ લલ્લુભાઈ ભોઈ ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પુનમભાઈ ભોઈ તેમના બે પુત્રો અનોપ અને જયેન્દ્ર તેમજ તેમના ભાઈ સોમાભાઈ લલ્લુભાઈ ભોઈ વિરૂધ્ધ સન ૨૦૧૬ની સાલમાં હત્યાનો ગુનો કર્યો હોવા અંગેની ફરિયાદ સેવાલિયા પોલીસ મથકમાં નોંધાઈ હતી. કેસ સંદર્ભે નડિયાદની સેસન્સ કોર્ટે ગત તા.--૧૯ ના રોજ ચુકાદો આપી પુનમભાઈ, સોમાભાઈ, અનોપભાઈ અને જયેન્દ્રભાઈને નિર્દોષ જાહેર કર્યાં હતાં. જેના બીજા દિવસે તેઓ ચારેય ઈસમો કુળદેવી માતાના મંદિરે માનતા પુરી કરવા દાતરડી ગામે પોતાના ઘરે પહોચ્યાં હતાં. ગામમાં રહેતાં મગનભાઈ પ્રભાતભાઈ ઉર્ફે -મણભાઈ ભોઈ, અલ્પેશભાઈ પ્રભાતભાઈ ઉર્ફે -મણભાઈ ભોઈ અને પ્રભાતભાઈ ઉર્ફે -મણભાઈ વીહાભાઈ ભોઈને જેની જાણ થતાં તેઓ ત્રણેય ઈસમો હાથમાં ધારીયું તેમજ લાકડીઓ લઈ પુનમભાઈના ઘરે આવી ચડ્યાં હતાં. અને ગમેતેમ અપશબ્દો બોલી કોર્ટમાંથી તો છુટી ગયાં છો પરંતુ અમે તમને છોડીશુ નહી તેમ કહી ઝઘડો કરવા લાગ્યાં હતાં. જોતજોતામાં ઝઘડો ઉગ્ર બનતાં ઉશ્કેરાયેલા મગનભાઈ ભોઈ અને અલ્પેશભાઈ ભોઈએ ભેગા મળી પુનમભાઈ ભોઈના બે પુત્રો અનોપભાઈ અને જયેન્દ્રભાઈને લાકડીઓ ફટકારી તેમજ ગડદાપાટુનો મારમારી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી ત્રણેય જણાં ત્યાંથી જતાં રહ્યાં હતાં.

(5:15 pm IST)