Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

ગાંધીનગર નજીક હાઇવે માર્ગ પર ટ્રકે બાઇકને હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત: બે મિત્રો પૈકી એકનું કમકમાટીભર્યું મોત

ગાંધીનગર:શહેર નજીક હાઈવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે દહેગામ નરોડા હાઈવે ઉપર પરઢોલ ગામના પાટીયા પાસે બાઈક લઈને પસાર થઈ રહેલા નરોડાના બે યુવાન મિત્રોને ટ્રકે અડફેટે લીધા હતા અને તેમને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન એક યુવાનનું મોત નીપજયું હતું. અંગે ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.      

શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં હાઈવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે ગત બુધવારના રોજ નરોડાના બે યુવાન મિત્રો હર્ષ ચંદ્રકાંતભાઈ સોનારા અને આકાશ મનુભાઈ પરમાર દહેગામ કપડવંજ હાઈવે ઉપર આવેલા માતાજીના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા અને જયાંથી પરત ઘરે નરોડા જઈ રહયા હતા તે દરમ્યાન પરઢોલ પાટીયા પાસે ટ્રકે યુવાનોના બાઈકને અડફેટે લેતાં બન્ને યુવાનો ગંભીર રીતે ઘવાયા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ સિવિલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન યુવાન હર્ષ ચંદ્રકાંતભાઈ સોનારાનું મોત નીપજયું હતું. જ્યારે આકાશને શરીરે નાની મોટી ઈજાઓ પહોંચી હતી. સંદભે તેની ફરિયાદના આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેને પકડવા માટે દોડધામ શરૂ કરી છે

(5:13 pm IST)