Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

અમદાવાદમાં આરટીઓની મોટી કાર્યવાહી : 50 જેટલા એજન્ટો સામે પોલીસ ફરિયાદ

લોભામણી લાલચ આપી રૂપિયા પડાવતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ :

અમદાવાદમાં એજન્ટ પ્રથા સામે આરટીઓ દ્વારા મોટી કાર્યવાહી કરાઈ છે અંદાજે  50 જેટલા એજન્ટ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તમામ એજન્ટ સામે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે

  . RTOમાં અનઅધિકૃત રીતે પ્રવેશ કરનાર એજન્ટો સામે કાર્યવાહી કરવામાં આવી. લોભામણી લાલચ આપી રૂપિયા પડાવતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. એજન્ટ પ્રથા નાબૂદ કરવા વાહનવ્યવહાર કમિશ્નરે આદેશ આપ્યો છે.

(1:55 pm IST)