Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

અમદાવાદમાં હૈયુ હચમચાવતી ઘટના

સગીર પૌત્રએ ફ્રિઝ લેવા બાબતે માતા સાથે મળી દાદાની છરીના ઘા ઝીંકી હત્યા કરી

દાદા સાથે પૌત્ર અને તેની માતાને ફ્રિઝ લેવા બાબતે ગઇકાલે બોલાચાલી થઈ હતીઃ કાકા વચ્ચે પડતા ઇજા

અમદાવાદઃ શહેરના રખિયાલમાં આવેલી મોનોગ્રામની ચાલીમાં ૧૫ વર્ષના સગા પૌત્રએ દાદાની છરી મારી હત્યા કરી હોવાની ઘટના બની છે. ઘરમાં ફ્રીઝ લઇ જવા બાબતે પૌત્ર અને વહુ સાથે વૃદ્ઘ અને તેના પરિવારને ઝઘડો થયો હતો. જેમાં પૌત્રએ આવેશમાં આવી દાદાને છરીના દ્યા મારી દીધા હતા. રખિયાલ પોલીસે માતા અને પુત્રની ધરપકડ કરી છે.

 રખિયાલ વિસ્તારમાં આવેલી મોનોગ્રામની ચાલીમાં હરિકેશ (ઉ.વ.૬૩) તેમના ચાર પુત્રના પરિવાર સાથે રહેતા હતા. મોટો પુત્ર સંજય હાલમાં પાસા હેઠળ જેલમાં છે. તેની પત્ની અને પુત્ર અલગ રહે છે. ગઈકાલે રાતે હરિકેશ અને ઘરના અન્ય સભ્ય હાજર હતા ત્યારે ૧૫ વર્ષનો પૌત્ર તેની માતા સાથે ઘરે આવ્યો હતો અને ફ્રીઝ લઇ જવા બાબતે ઝઘડો થયો હતો. ઘરના તમામ સભ્યો સાથે બોલાચાલી ઉગ્ર બની ગઈ હતી .

ત્યારબાદ માતા અને પુત્રે ભેગા મળી આવેશમાં આવી મારા મારી કરી હતી. પૌત્રએ દાદા હરિકેશને છરીના ઘા મારી દીધા હતા. જેમાં તેના કાકા વચ્ચે પડતા તેમને પણ છરીના ઘા માર્યા હતા. હરિકેશનું મોત નીપજયું હતું. ઘટના બાદ રખિયાલ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. માતા-પુત્રએ પોલીસ સમક્ષ હાજર થઈ જતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે.

(1:12 pm IST)