Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

ધોરણ-10ના વિદ્યાર્થીઓેએ વિજ્ઞાન પ્રયોગ નોંધપોથી તૈયાર કરવી ફરજીયાત : કડક અમલ કરવા તાકીદ

રાજ્યની તમામ શાળાઓ અને જિલ્લા શિક્ષણાધિકારીને પરિપત્રનો કડક અમલ કરવા સૂચના

અમદાવાદ : રાજ્યની માધ્યમિક શાળાઓનાં ધોરણ 10નાં વિદ્યાર્થીઓે માટે વિજ્ઞાન પ્રયોગ નોંધપોથી તૈયાર કરવાનું ફરજીયાત કરાયું છે. શિક્ષણ બોર્ડ દ્વારા એક પરિપત્ર જિલ્લા શિક્ષણાધિકારીઓને જાહેર કરાયો છે. રાજ્યની તમામ શાળાઓ અને જિલ્લા શિક્ષણાધિકારીને આ પરિપત્રનો કડક અમલ કરવા સૂચના અપાઈ છે.

  ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સંયુક્ત નિયામક બી.એન. રાજગોરે રાજ્યનાં જિલ્લા શિક્ષણાધિકારીઓને પરિપત્ર આપ્યો છે. જેમાં ધોરણ 10ની વિજ્ઞાન વિષયની પ્રયોગ નોંધપોથી ફરજિયાત તૈયાર કરાવવા આદેશ આપવામાં આવ્યો છે. જૂન 2019થી ધોરણ 10નાં વિષયમાં એનસીઈઆરટીના પાઠ્ય પુસ્તકનો અમલ કરવામાં આવ્યો છે રાજ્યની તમામ રજિસ્ટર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે તમામ શાળાઓએ પ્રાયોગિક નોંધપોથી તૈયાર કરાવવી ફરજિયાત છે.

  શાળાઓનાં વિદ્યાર્થીઓ પ્રયોગશાળામાં જઈ વ્યક્તિગત તેમજ નિદર્શન પ્રયોગો દ્વારા પ્રાયોગિક શિક્ષણ મેળવે અને બાળ વૈજ્ઞાનિક તૈયાર થાય તેવા હેતુ સાથે શાળાના સંચાલકોને સુચના આપવામાં આવી છે. આ કામગીરીનું વાર્ષિક નિરક્ષણ પણ શિક્ષણ નિરિક્ષકો દ્વારા કરવામાં આવશે. જેથી ધોરણ 10 વિજ્ઞાનમાં માસવાર પ્રાયોગિક કાર્યનું આયોજન કરવું તે મુજબ પ્રાયોગિક કાર્ય કરવું અને તેની વિદ્યાર્થીઓ પાસે નોંધપોથી તૈયાર કરાવી પ્રાયોગિક કાર્યની નોંધ કરાવવાની પણ સુચનાઓ આપવામાં આવી છે

(11:32 am IST)