Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

વડોદરામાં વિદેશની નોકરી આપવાના બહાને લાખોની છેતરપીંડી : રુખસાના શેખની અટકાયત

કાંડમાં અલિ નામના પાકિસ્તાની નાગરીકનું નામ ખુલ્યું

વડોદરા : વડોદરામાં એબ્રોડ સર્વિસીસના નામે વિદેશમાં નોકરી અપાવવાના બહાને લાખો રુપિયાની છેતરપિંડીની કરનાર રૂકસાના શેખ નામની મહિલાની અટકાયત કરવામાં આવી છે.

  રૂકસાના કેનેડાની વિન ગ્રુપ કંપનીમાંથી ઓફર લેટર મંગાવી ત્યાં નોકરી અપાવવાની વાત કરી 10 લાખ રૂપિયા માંગતી હતી. જેમાં એડવાન્સમાં સાડા ત્રણ લાખ અને બાદમાં નોકરી કરીને બાકીના હપ્તા ચૂકવવાના રહેશે તેવી વાત કરીને તેણે ઘણા લોકો સામે છેતરપિંડી કરી હોવાની વાત સામે આવતા રૂકસાનાની અટકાયત કરી છે.

  આ અંગે વડોદરા ફતેગંજમાં ફરિયાદ નોંધાતા પોલીસે આ મામલે છેતરપિંડીનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ કાંડમાં અલિ નામના એક પાકિસ્તાની નાગરીકનું નામ સામે આવ્યુ છે જે અંગે હાલમાં પોલીસે તપાસ આદરી છે.

(12:25 am IST)