Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

વિરમગામ તાલુકાના વણી ગામમાં ખેલ મહાકુંભનો શુભારંભ કરાયો

સોકલી સ્વામિનારાયણ ગુરકુલના રઘુવીર સ્વામીની ઉપસ્થિતિમા દીપ પ્રાગટ્ય

 વિરમગામ: અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકાના વણી ગામે ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વિરમગામના વણી ખાતે સોકલી સ્વામિનારાયણ ગુરકુલના રઘુવીર સ્વામીની પાવન ઉપસ્થિતિમા દીપ પ્રાગટય કરી ખેલ મહાકુંભ નો પ્રારંભ કરવામા આવ્યો હતો.

  વિરમગામ તાલુકાના 67 ગામના કબડી તથા ચેસના રમતવીરો ઉત્સહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે વિસ્તરણ અધિકારી વિજયભાઈ રાવલ, સરપંચ નાથાભાઈ તથા ગોકુલ ભાઈ ઉપસ્થિત રહયા હતા . આ કાર્યક્રમનુ આયોજન દેવેન્દ્રભાઈ સીધવ અને સુનીલભાઈ રાવલ દ્વારા  કરવામાં આવ્યું હતુ.

(8:53 pm IST)