Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

અમદાવાદના વેજલપુરમાં મહિલાને ઘરમાં બોલાવી જવેલર્સના માલિકે છેડતી કરતા ગુનો દાખલ

અમદાવાદ:વેજલપુરમાં રહેતી મહિલાએ ઉસ્માનપુરામાંરહેતા અને જ્વેલર્સની દુકાન ધરાવતા મહેશ શાહ સામે વાડજ પોલીસ સ્ટેશનમાં છેડતીનો ગુનો નોધાવ્યો છે. જેમાં જ્વેલર્સે  મહિલાને ઘરે બોલાવીને આબરુ લેવાની કોશિષ કરીને ધમકી આપી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છેે.

વાડજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વી.આર.ચાવડાના જણાવ્યા  મુજબ  વેજલપુર વિસ્તારમાં રહેતી મહિલાએ ઉસ્માનપુરામાં ફોર્ચ્યુન  લેન્ડ માર્ક હોટલ સામે વિધ્યાવિહાર સોસાયટીમાં રહેતા અને ત્યાં જ  પી.એન. જ્વેલર્સ નામની દુકાન ધરાવતા મહેશભાઇ શાહ  સામે  ફરિયાદ નોધાવી છે કે મહિલા તેમની દુકાને સોના-ચાંદીના દાગીના લેવા અવાર નવાર જતી હતી, તેમજ જે તે સમય મહિલા વિમાનું કામ કરતી હોવાથી જ્વેલસે તેમના  છોકારાઓના વિમા હતા જેના કારણે બન્ને વચ્ચે ઘર જેવા સબંધ હતા જેથી  એક  બીજાના ઘરે  આવતા જતા હતા.

(8:50 pm IST)