Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

રામ મય વિરમગામ, ઐતિહાસિક મુનસર તળાવ સહિત ઘરે-ઘરે દીપ પ્રજ્વલિત કરાયા

અખંડરાષ્ટ્રીય હિન્દુ સેના, હિન્દુસેના અને શ્રી મેલડી માતા યુવક મંડળ દ્વારા ઐતિહાસિક મુનસર તળાવ ફરતે 1111 થી વધુ દિવાઓ પ્રજ્વલિત કરાયા

 

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : અયોધ્યામાં ભગવાન રામના મંદિરના ભૂમિ પૂજનની સાથે સમગ્ર દેશમાં મંદિરો અને હિંદુ ધાર્મિક સ્થાનો પર પણ અલગ અલગ ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે વિરમગામ પણ રામ મય બની ગયું હતું. ઐતિહાસિક મુનસર તળાવમાં 1111થી વધારે દીવડાઓ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા. જેથી મુનસર તળાવ પર દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.  અખંડરાષ્ટ્રીય હિન્દુ સેના, હિન્દુસેના અને શ્રી મેલડી માતા યુવક મંડળ દ્વારા ઐતિહાસિક મુનસર તળાવ ફરતે 1111 થી વધુ દિવાઓ પ્રજ્વલિત કરાયા હતા. રામ મંદિર શિલાન્યાસની ખુશીમાં ઘેર ઘેર દિપ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત શ્રી રામમંદિરના ભૂમિ પુજન અને શિલાન્યાસ ને લઇને વિરમગામ શહેરના યુવાનોએ મિઠાઇ ખવડાવી ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. રામ મંદિર શિલાન્યાસના શુભ પ્રસંગે ગણેશ પાર્ક  સોસાયટીને રોશનીથી ઝગમગાટ કરી 101દિવા પ્રગટાવીને  ઉજવણી કરવામા આવી હતી.

(11:38 pm IST)