Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

જો અધિકારીઓને જરૂર લાગશે તો જ સબસ્ટેશન બંધ કરાશે : તૂટેલા થાંભલા તુરત રીપેરીંગ થશે

સૌરભ પટેલે કહ્યું વાવાઝોડાને પગલે લોકોને તકલીફ ન પડે તે માટે સરકાર સજ્જ

 

અમદાવાદ : મહા વાવાઝોડાને લઇને રાજ્યનું વહીવટીતંત્ર એલર્ટ થઇ ગયું છે. ત્યારે ઊર્જાપ્રધાન સૌરભ પટેલે પણ હાલ તમામ જગ્યાએ તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ હોવાનું જણાવ્યું છે. સૌરભ પટેલે જણાવ્યું કે વાવાઝોડાને પગલે લોકોને તકલીફ પડે તે માટે સરકાર સજ્જ છે

  . વાવાઝોડાને કારણે વીજ પુરવઠો ખોરવાઇ જવાની શક્યતા સૌથી વધુ રહેતી હોય છે. ત્યારે સૌરભ પટેલે જણાવ્યું કે જો અધિકારીઓને જરૂર લાગશે તો સબસ્ટેશન બંધ કરવામાં આવશે. જો એક સબ સ્ટેશન બંધ થશે તો બીજા સબ સ્ટેશનમાંથી વીજળી લેવામાં આવશે. તેમજ જે થાંભલા તૂટી ગયા હશે તે તરત રિપેર કરવામાં આવશે

(11:14 pm IST)