Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

'મહા' વાવાઝોડાને પગલે સુરતનો ડુમસ-સુવાલી બીચ પ્રવાસીઓ માટે ત્રણ દિવસ બંધ કરાયો

લોકોને બીચ પર નહીં જવા સાઈનબોર્ડ દ્વારા ચેતવણી

 

સુરત : અરબી સમુદ્રમાં ઉદભવેલા 'મહા' વાવાઝોડાની અસર આવતીકાલે 6 નવેમ્બરથી શરૂ થવાની છે. સંભવિત વાવાઝોડાની સાવચેતીના  ભાગરૂપે તંત્ર દ્વારા સુરતના) બીચ  આગામી 3 દિવસ માટે પ્રવાસીઓ માટે બંધ કર્યા છે અને લોકો બીચ પર નહીં જાય માટે સાઈન બોડ લગાવામાં આવ્યા છે.

  વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહીયું છે ત્યારે વાવાઝોડાને લઈને ભારે પવન સાથે વરસાદ આગાહી છે, ઉપરાંત દરિયાના મોજમાં કરંટ પણ જોવા મળશે ત્યારે દરિયા કિનારે આવેલ ડુમસ-સુવાલી અને ઓલપાડના ડભારી બીચ પર દિવાળી ની રજા હોવાને લઈને લોકો મોટી સંખ્યામાં પહોંચતાં હોય છે ત્યારે વાવાઝોડાને લઈને કોઈ ખાના ખરાબી સર્જાય નહીં તે માટે પોલીસ કમિશનર દ્વારા તમામ બીચ આવતી કાલથી 3 દિવસ માટે પ્રવાસી માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. લોકો બીચ પર નહીં જય તે માટે લોકોને જાણકારી આપતા ફ્લેશ બેનર પણ તમામ બીચ લગાવામાં આવ્યા છે અને જો કોઈ આદેશનું ઉલ્લંઘન કરે તો તેના પર પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવાની જાણકારી જાહેરનામામાં બહાર પાડવામાં આવી છે.

(11:13 pm IST)