Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

સુરતના વેડ રોડ પર માનસિક રીતે બીમાર પુત્રના ટેંશનમાં 52 વર્ષીય માતાએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું

સુરત: શહેરના વેડ રોડ પર તાપીનગર પાસે પંચરત્ન એપાર્ટમેન્ટમાં રહેતા ૫૨ વર્ષીય કૈલાશબેન માધવભાઇ કાકડીયા ગઇકાલે બપોરે ઘરે પંખા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હતુ.પોલીસ સુત્રાએે કહ્યુ કે કૈલાશબેન મુળ બોટાદના વતની હતા.તેમના પતિ રત્નકલાકાર છે.તેમનો લાડક વાયો પુત્ર માનસિક બિમારીથી પીડાતો હતો.સાથે તે ઘણા સમયથી ઘૂંટણની તકલીફ હોવાથી ટેન્સનમાં રહેતા હતા.આ વા સંજોગોમાં તે સતત માનસિક તાણ અનુભવત ા હોવાથી આ પગલુ ભર્યુ  હતુ.આ અંગે કતારગામ પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:36 pm IST)