Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં નેપાળના યુવક સાથે લગ્ન કરવું યુવતીને ભારે પડ્યું: લગ્નના પાંચ મહિનામાં યુવાન દાગીના લઇ રફુચક્કર થઇ જતા ચકચાર

ગોધરા:ના ભુરાવાવ વિસ્તારના મધુવન ટેનામેન્ટમાં રહેતી યુવતી ઇન્ટરનેટની ફ્રી-ફાયર ગેમના માધ્યમથી નેપાળના  યુવાન સાથે પરિચયમાં આવ્યા બાદ બંનેએ લગ્ન કરી લીધા હતાં. લગ્ન બાદ યુવાન ઘરજમાઇ તરીકે રહેતો હતો. લગ્નના પાંચ મહિના બાદ  રવિવારની રાત્રે આ ભેજાબાજ યુવાન ઠંડાપીણા માઝામા યુવતીના સમગ્ર પરિવારને ઘેનની પડીકી નાખી પીવડાવી બેશુધ્ધ બનાવી તિજોરીમાંથી સાત થી આઠ તોલા સોનાના દાગીના તથા દોઢ લાખ જેટલી રોકડ રકમ લઈ રફુચક્કર થઇ જતા સમગ્ર ગોધરા માટે લાલબત્તી સમાન આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગોધરાની પંચમહાલ ડેરીમાંથી નિવૃત્ત થયેલા અને ભુરાવાવની મધુવન સોસાયટીમાં   રહેતા ચીમનભાઈ ઠાકોરની પુત્રી ઉષાને ઇન્ટરનેટ પર પબજી ગેમ જેવી જ ફ્રી-ફાયર ગેમ રમવાનો શોખ હોવાથી ગેમ દરમિયાન  એક યુવાન સાથે પરિચયમાં આવી હતી બંને જણાએ ટેલિફોનિક ચર્ચાઓ બાદ  યુવાન કે જે પોતાની ઓળખ સોહનસીંગ રાજપૂત અને પોતે નેપાળનો હોવાનું જણાવી ઉષાને મળવા આવ્યો હતો. બાદમાં બંનેએ લગ્ન માટે નક્કી કર્યા બાદ ઉષાએ માતા-પિતા સાથે મુલાકાત કરાવતા માતા-પિતાને પણ  યુવાન પસંદ પડયો હતો અને બંનેના ગોધરાના લાલબાગ મંદિર ખાતે જૂન માસમાં જમણવાર સાથે ધામધુમથી લગ્ન કરાવ્યા હતાં.

(5:33 pm IST)