Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

નેનો નાઇટ્રોજનને યુરિયાના વૈકલ્પિક ખાતર તરીકે વિકસાવાશે, ખેડુતોને ફાયદો

ગાંધીનગર પાસેના કસ્તુરીનગરમાં યોજાયો પરીક્ષણ કાર્યક્રમ

ગાંધીનગરના કસ્તુરીનગર ખાતે ઇફકો દ્વારા યોજાયેલ ખાતર વિષયક કાર્યક્રમ પ્રસંગે નીતિન પટેલ, પરશોતમ રૂપાલા, મનસુખ માંડવિયા, જયેશ રાદડીયા વગેરે ઉપસ્થિત રહયા હતા.

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા ૫  : ઇફકો દ્વારા કસ્તુરીનગર ખાતે જેનો ટેકનોલોજી આધારીત ખાતર બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે જેનાથી યુરિયા ખાતરની જરૂરીયાત અડધી થઇ જવાની ધારણા છે. પ્રધાનોની ઉપસ્થિતીમાં આ ઉત્પાદન પરીક્ષણ માટે પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.

કસ્તુરીનગર ખાતે આ કાર્યરત ઇન્ડિયન ફાર્મસ ફર્ટીલાઇઝર કો. ઓપરેટીવ લીમીટેડ એટલે કે ઇફકો દ્વારા ખેડુતોના ખેતરમાં ખાતરનો લઘુતમ ઉપયોગ થાય અને ઉત્પાદન વધે તે માટેના વિવિધ સંશોધનો પણ કરવામાં આવતા હોય છે. ત્યારે તાજેતરમાં જ ઇફકો દ્વારા ખાતરમાંઙ્ગનેનો ટેકનોલોજીના ઉપયોગ સંદર્ભે પરીક્ષણ કરવામાં આવ્યું હતું, અને તે સફળ રહેતા કેન્દ્રીય મંત્રી રસાયણ અને ખાતર સદાનંદ ગોૈડા, કૃષી અને ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, કેન્દ્રીય શીપીંગ મંત્રી મનસુખ માંડવીયા, કૃષી રાજય મંત્રી પુરશોતમ રૂપાલા અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં આ પ્રોડકટ રજુ કરવામાં આવી હતી.

ઇફકોના  એમડી યુ.એસ. અવસ્થીએ કહ્યું હતું કે, લોકાર્પણના પહેલા તબ્બકામાં આ ઉત્પાદનનો આઇસીએઆર કેવીકેના ટેકાથી નીયત્રીત શરતો હેઠળ ખાતરો ઉપર પરીક્ષણ કરવામાં આવશે આ માટે ઇફકોએ ત્રણ પ્રકારના નેનો ઉત્પાદનો રજુ કર્યા છે, જે પ્રથમ નાઇટ્રોજન છે. આ નેનો નાઇટ્રોજનને યુરીયાના વિકલ્પ તરીકે વિકશીત કરવામાં આવશે. જો તેનો યોગ્યરીતે ઉપયોગ કરવામાં આવે તો યુરીયાની જરૂરીયાતમાં પ૦ ટકાની સંભાવના છે. આ જ પ્રકારે નેનો ઝીંક એ ઝીંક ખાતરના વિકલ્પ તરીકે વિકસીત થશે.આ ઉત્પાદનનો માત્ર ૧૦ ગ્રામ જથ્થો એક હેકટર જમીન માટે પુરતો હશે અને એનપીકે ખાતરની જરૂરીયાતને ૫૦ ટકા સુધી ઘટાડશે. જયારે તેનો કોપર છોડને પોષણ અને સુરક્ષા બન્ને પ્રદાન કરશે. તે હાનિકારક પેથોજેન્સ સામે છોડની રોગપ્રતિકારક શકિતને વેગ આપશે. આ ઉત્પાદનો થકી પરંપરાગત રાસાયણિક ખાતરની જરૂરિયાતમાં ૫૦ ટકા ઘટાડો નોૅધાશે, પાકના ઉત્પાદનમાં ૧૫ થી ૩૦ ટકા સુધી વધારો થશે. જમીનના આરોગ્યમાં પણ સુધારો થશે.

(3:34 pm IST)