Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

દાંતાના લોટોલ ગામે ટ્રેક્ટર વીજ થાંભલા સાથે ટકરાયા બાદ ખાઇમાં ખાબક્યું: વીજ કરંટ લાગતા ચાલક ગંભીર

દાંતા તાલુકાના લોટોલ ગામ નજીક એક ટ્રેક્ટર વીજ થાંભલા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. . અકસ્માત એટલો બધો ભયંકર હતો કે ટ્રેક્ટર વીજ થાંભલાને ટકરાઇને સીધુ ખાઇમાં ખાબક્યુ હતુ. ટ્રેક્ટર વીજ થાંભલાને ટકરાતા ચાલકને વીજ કરંટ લાગ્યો હતો. ઘટનાને લઇ તાત્કાલિક ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

  અંગેની વિગત મુજબ દાંતા તાલુકાના લોટોલ ગામ નજીક એક ટ્રેક્ટરને અકસ્માત નડ્યો છે. ટ્રેક્ટરવીજ થાંભલા સાથે ટકરાયુ હતુ. ઘટનાની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. અકસ્માત એટલો બધો ભયંકર હતો કે ટ્રેક્ટર વીજ થાંભલાને ટકરાઇને સીધુ ખાઇમાં ખાબક્યુ હતુ. ટ્રેક્ટર વીજથાંભલાથી અથડાવાથી ચાલકને પણ વીજ કરંટ લાગ્યો હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

(11:52 pm IST)