Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

કમોસમી વરસાદથી થયેલા નુકસાની સહાય ચૂકવવાની માંગ

દિયોદરના કોંગી ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાએ મુખ્યમંત્રી સહિત જિલ્લા કલેકટરને પત્ર લખ્યો

બનાસકાંઠાના દિયોદરના કોંગી ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાએ મુખ્યમંત્રી સહિત જિલ્લા કલેકટરને પત્ર લખ્યો છે. કમોસમી વરસાદથી થયેલા નુકસાની સહાય ચૂકવવાની માંગ કરી છે.

 દિયોદર વિધાનસભા મત વિસ્તાર સહિત લાખણી પંથકમાં કમોસમી વરસાદથી મગફળી, કપાસ, જુવાર સહિતના ખેતી પાકોમાં નુકસાન થયું છે. મહત્તવનું છે કે છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાતમાં કમોસમી વરસાદના ઝાપટા પડી રહ્યાં છે. જેના કારણે ખેડુતોને પાકમાં ખૂબ મોટુ નુકસાન થઈ રહ્યું છે. પાકવીમો આપવામાં વીમા કંપનીઓ ધાંધીયા કરી રહ્યાં છે.

(9:16 pm IST)