Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

લોકડાઉન અમલ : નર્મદા જીલ્લામાં જાહેરનામા ભંગ બદલ નેત્રમ કમાન્ડ કંટ્રોલ સેન્ટરના CCTV કેમેરાના સર્વેલન્સ દ્વારા ૪ પર કાર્યવાહી

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા: હિમકર સિંહ (IPS), પોલીસ અધિક્ષક નર્મદાનાએ હાલમાં ચાલી રહેલ કોરોના વાયરસ અનુસંધાને દેશવ્યાપી લોકડાઉન બાબતે જાહેર જનતાની સુરક્ષા માટે જાહેરનામાં બહાર પાડેલ હોય જે જાહેરનામાં ભંગ બદલ તથા લોકોમાં જાગૃતતા લાવવા માટે જાહેર જનતા ઘરે રહી સુરક્ષિત રહે તે માટે વારંવાર અપીલ કરવામાં આવી હોવા છતા કેટલાક વ્યક્તિઓ પોતાની મનમાની કરતા તેમજ સરકાર દ્વારા આપવામાં આવતા લોકડાઉનની અવગણના કરતા હોય જેથી આવા વ્યક્તિઓ સામે જાહેરનામા ભંગ બદલના ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા જણાવતા નર્મદા પોલીસ દ્વારા તા.૧ એપ્રિલના રોજ નેત્રમ કમાન્ડ કંટ્રોલ સેન્ટર રાજપીપળાના CCTV કેમેરા આધારે નવા ફળીયામાં સર્વેલન્સ દરમિયાન કેટલાક લોકો જાહેરનામાંનો ભંગ કરતા જણાતા રાજપીપળા પોલીસ સ્ટેશન મારફતે CCTV કેમેરામાં જણાઇ આવેલ વ્યક્તિઓ પૈકી સાજીદખાન મંસુરખાન મલેક ,કમલેશભાઇ મનુભાઇ માછી , મહોબત્તખાન આલમખાન મલેક બાદશાહખાન ફિરોજખાન દાયમાની અટક કરી તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસ જાહેર જનતા માટે જ આ કડક કાયદાનું પાલન કરાવવા કટીબધ્ધ છે. તેમજ કોરોના વાયરસથી જાહેર જનતા સુરક્ષિત રહે અને સરકારના લોકડાઉનને સમર્થન મળી રહે તેના સંપૂર્ણ પ્રયાસ કરવા નર્મદા પોલીસ સતત તત્પર છે.

 
(9:27 pm IST)