Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

કોરોનાના હાઉ માટે સરકાર સજાગ પરંતુ રાજપીપળાના વોર્ડ નં.૫ માં ડોર ટુ ડોર કચરો લેવા આવતી બહેનો ૧૫ દિવસથી ન ફરકતા રોગચાળાની દહેશત

લોકોના ઘરમાં કચરાનો ભરાવો થતા જીવતો પડી,કેટલાક લોકો જાતે નાંખવા જવા મજબુર,જ્યારે કેટલાક ગટરોમાં પધરાવે છે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નગર પાલિકા દ્વારા આમ તો શહેરમાં સ્વચ્છતા બાબતે કાળજી લેવાય છે પરંતુ કેટલાક વિસ્તારોમાં નિયમિત અને યોગ્ય સફાઈ ન થતા કે કચરો ઉઘરાવવા બાબતેની પણ બુમ ઉઠતાં હાલ કોરોના જેવી મહામારી ટાણે રોગચાળો વકરે તેવી દહેશત લોકોમાં ફેલાઈ છે.
 રાજપીપળા વોર્ડ નં.૫ માં માલીવડ,પારેખ ખડકી સહિતની કેટલીક ગલીઓમાં સફાઈ કામદારો અનિયમિત આવતા હોય અથવા આવે તો સફાઈ બાદ કચરો ગટરોમાં જ જવા દેતા હોવાની બુમ સંભળાઈ રહી છે.સાથે સાથે ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા આવતી બહેનો લોકડાઉન જાહેર થયું ત્યારેથી આ વોર્ડમાં એક પણ દિવસ આવી ન હોય લોકોના ઘરોના ડસ્ટબીન કચરાથી ઉભરાઈ ગયા જ્યારે કેટલાક લોકોના ડસ્ટબીન માં ઈયળો પણ પડી ગઈ હોવાની માહિતી મળી હોય કોરોનાના હાઉ વચ્ચે નવો કોઈ રોગચાળો ફાટે તેવા ભયથી આ વોર્ડના લોકો ફફડી રહ્યા છે.જોકે કેટલાક સ્થાનિકો એ મૌખિક,લેખિત જાણ કરવા છતાં આ વોર્ડમાં તકલીફ દૂર ન થતા તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.
 આ બાબતે આ વિસ્તારના સફાઈ સુપરવાઈઝર ને પૂછતા એકનું કહેવું છે કે બધી બહેનો હાજરી પુરવા તો આવે છે આ વોર્ડમાં કેમ નથી આવતી હું કાલે ચેક કરું,જ્યારે અન્ય આ તરફના બીજા સુપરવાઈઝરે બે દિવસ પહેલા વિઝિટ કરી ત્યારે એમ જણાવ્યું કે કોરોના ના ડર ના કારણે કેટલીક બહેનો રજા પર જતી રહી છે...સાચું કોણ..?
વોર્ડ નં.૫ માં રહેતા સામાજિક કાર્યકર પ્રગનેસ રામી એ જણાવ્યું કે મારા વિસ્તારમાં ૧૫ દિવસ થી કચરો લેવા બહેનો ન આવતા મારા ઘરના ડસ્ટબીન માં ઈયળો પડી ગઈ મેં અરજી આપી ત્યારે આજે બહેનો આવી પરંતુ કેટલા દિવસ આવશે એ કહી ના શકાય.આવી મહામારી ના સમયે પાલીકા એ દરેક વોર્ડ માં સાફ સફાઈ,કચરા બાબતે ખાસ કાળજી રાખવી જોઈએ.નહિ તો રોગચાળો ફાટશે તો જવાબદાર કોણ..?

(7:08 pm IST)