Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી નજીક એસઆરપીના 14 વર્ષીય પુત્રના અપહરણનો પ્રયાસ થતા અરેરાટી મચી જવા પામી

મહેમદાવાદ: તાલુકાના વાંઠવાળી તાબે ચેવલાની મુવાડીમાં રહેતાં અને એસઆરપી ગ્રૃપ ૧૮ કેવડીયામાં એસઆરપી પો.કો. તરીકે ફરજ બજાવતાં રાજેશભાઈ અમરસિંહ તળપદાનો ૧૪ વર્ષીય પુત્ર વિનોદ ગતરોજ મોડી સાંજના સમયે જમી-પરવારી આઠ વાગ્યાના અરસામાં ઘર બહાર ખુલ્લામાં પેશાબ કરવા નીકળ્યો હતો. તે વખતે ચાર અજાણ્યાં ઈસમો વિનોદનું મોઢું દબાવી રોડ પર લઈ ગયાં હતાં. અને ત્યાં ઉભેલી એક સફેદ કલરની મારૃતી ઈકો ગાડીમાં વિનોદને બેસાડવા પ્રયત્ન કરતાં હતાં. જપાજપી થતાં વિનોદે બૂમાબૂમ કરી મૂકી હતી. આ બુમ સાંભળી માર્ગ પરથી પસાર થતો એક ટ્રક ઉભી થઈ ગઈ હતી. જેથી ચાર અજાણ્યા ઈસમો પૈકી એક ઈસમે ખિસ્સાંમાંથી ચપ્પુ કાઢી વિનોદના કપડાં ફાડી નાંખ્યાં હતાં. અને ભેંસની ગમાણ પાસે વિનોદને ફેંકી ગાડી લઈ ભાગી ગયાં હતાં.

આ બનાવ અંગે વિનોદના કાકા વિજયકુમાર અમરસિંહ તળપદાની ફરીયાદને આધારે મહેમદાવાદ પોલીસે ઈકો ગાડીમાં આવેલ ચાર અજાણ્યાં ઈસમો વિરૃધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:33 pm IST)