Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

તલોદ પોલીસે લોકડાઉનને ગંભીરતાથી ન લઇ રસ્તા પર બાઈક લઈને લટાર મારવા નીકળેલ 64 વાહનો ડિટેઇન કર્યા

તલોદ: શહેર  પોલીસે પ્રવર્તમાન કોરોના વાયરસના ગંભીર સમયગાળામાં આપવામાં આવેલા લોકડાઉનના દરમ્યાન તલોદના બજારમાં આવી ચડેલા કેટલાક વાહન ચાલકોને રોકીને તેમના વાહનો ડીટેઇન કર્યા હતા.

તલોદ પો. સ્ટે.ના પ્રો. નાયબ પોલીસ અધિક્ષક હિતેષકુમાર ધાંધલીયાની ટીમ બજારમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવા આમ પ્રજાને ફરજ પાડી ચુકી છે. તેમ છતાં સવારથી જ રાત્રી સુધી બાઇક ચાલકો બજારના જાહેર રોડ ઉપર 'કાયદા કી ઐસી કી તૈસી'... માનીને ઉતરી આવતા હોય છે ત્યારે બાઇક ચાલકોની અગત્યના ને અલગ તારવીનેખાલી ફરવા કે વહેમ મારવા આવી ચડેલા પૈકીના 61 ટુ વ્હીલર ચાલકોને થોભાવી પોલીસે એમ.બી. એક્ટ-1988 ની સેકશન 207 હેઠળ ડિટેઇન કરી પોલીસના કબજામાં જપ્ત કરી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ 61 ટુ વ્હીલરોમાં બાઇક અને એકટીવા જેવા વાહનોનો પણ સમાવેશ થાય છે. તેજ રીતે પોલીસે 207 ધારા અન્વયે 3 ફોર વ્હીલર પણ ડિટેઇન કર્યા છે.

(5:33 pm IST)