Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

અમદાવાદ:ઇડર તાલુકાના ગામોમાં સખી મંડળીની બહેનોએ ચાર લાખ માસ્ક ઘરે બનાવી વિતરણ કર્યું

અમદાવાદ,:કોરાનાની મહામારી સામે 21 દિવસના લોકડાઉનના પગલે ઇડર તાલુકાના ગામોમાં સખી મંડળીની બહેનો દ્વારા માસ્ક તૈયાર કરવામાં આવી રહ્યા છે અને અત્યાર સુધીમાં ચાર લાખ માસ્ક તૈયાર કરાયા છે. આ માસ્ક મફતમાં ગ્રામ્ય વિસ્તારમાં વિતરણ કરાઇ રહ્યા છે.

ઇડર તાલુકાના એક સેવાભાવીએ માસ્ક માટે કાપડ માટે એક લાખ રૂપિયા દાન આપવાની ટીડીઓને જાણ કરી હતી. ટીડીઓએ સખી મંડળીની બહેનો સાથે માસ્ક તૈયાર કરવા બાબતે વાત કરી હતી આ મામલે સરપંચનોને પણ ફાળો આપવા જાણ કરી હતી. બાદમાં સખી મંડળીની બહેનો દ્વારા નિશુલ્ક તમામ માસ્ક બનાવી આપવાની તૈયૌરી દર્શાવી હતી.

(5:32 pm IST)