Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

ઠાસરામાં સંસ્થાના સભ્યોદ્વારા તાલુકાના 18ગામોમાં દિવ્યાંગ પરિવારને રાશનની કીટનું વિતરણ કરવામાં આવ્યું

નડિયાદ:ઠાસરા પાલિકા વિસ્તારમાં આવેલ પુષ્પાંજલી સંસ્થા  દિવ્યાંગ પરિવારોને વહારે આવી છે.સંસ્થાના સભ્યો દ્વારા તાલુકાના ૧૮ જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં રાશનની કીટોનુ વિતરણ કરાયુ છે.

આ સંસ્થા દ્વારા છેલ્લા ત્રણ દિવસથી હેલ્પીંગ હેન્ડ્સ નામનો પ્રોજેક્ટ શરુ કરાયો છે. જે અંતર્ગત  ઠાસરા તાલુકાના ૧૮ જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા દિવ્યાંગ પરિવારોના ઘેર જઇ રાશનની કીટો આપવામાં આવી રહી છે. એક ટેમ્પીમાં જીવનજરુરીયાત ચીજવસ્તુઓની કીટો ભરીને તાલુકાના વિવિધ ગામોમાં જાય છે. દિવ્યાંગ પરિવારો સ્વમાનભેર જીવી શકે તે માટે  સંસ્થા દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે.

(5:31 pm IST)