Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

અમદાવાદના એસજી હાઇવે પર નર્સને લેવા માટે આવેલ પતિનું વાહન ડિટેઇન કરી આરટીઓનો મેમો આપી દેવામાં આવ્યો

અમદાવાદ:કોરોના વાઇરસના કારણે સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જોકે, લોકો બહાના બતાવી ઘરની બહાર નીકળતા પોલીસે કડક કાર્યવાહી શરુ કરી દીધી છે. રોડ પર વાહન લઇને નીકળતા લોકોનું બાઇક જમા કરી લે છે તો સોસાયટીમાં કે મોહલ્લામા એકઠા કે પછી ધાબાની છત પર ટહેલતાં લોકોનો ડ્રોનની મદદથી ફોટો પાડી દંડ વસુલ કરે છે.

જોકે, પોલીસની લોકડાઉનના કડક અમલના પગલે હોસ્પિટલ જેવી ઈમર્જન્સી જગ્યાએ નોકરી કરતા કર્મચારીઓ પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે. SG હાઈવે પર નર્સને લેવા આવેલા પતિનું વાહન પોલીસે જપ્ત કરીને આરટીઓનો મેમો આપી દીધો.

(5:29 pm IST)