Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

અનાજ, બકાલુ, ફળ પુરતા પ્રમાણમાં છે, મુશ્કેલી હોય તો ફોન કરો : અશ્વિનીકુમાર

રેશનકાર્ડ પર ૧ મહિનો મફત વસ્તુઓ મળશે, દરેક દુકાન પર સેનેટાઇઝર ઉપલબ્ધ

ગાંધીનગર તા. ૧ : આજે સચિવાલય ખાતે અશ્વિનીકુમારે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે અંત્યોદય યોજનામાં ૬૬ લાખ કાર્ડ છે. ૬૦ લાખ લોકો સસ્તા અનાજની દુકાને ઘઉં, ચોખા, મીઠુ, દાળ ૧-૪-૨૦થી એક માસ માટે મફત આપવામાં આવશે. સસ્તા અનાજની દુકાને અનાજ લેવા જતા રેશનકાર્ડ ધારકો અંગુઠાની છાપ ન આપે તો ચાલશે

રાજ્યમાં ૧૭૦૦૦ સસ્તા અનાજની દુકાનેથી વિતરણ કરવામાં આવશે. સરકાર પાસે પુરવઠો પુરતા પ્રમાણમાં છે અત્યાર સુધીમાં ૪,૬૫,૦૦૦ લોકોને સવારથી આ સેવા આપવામાં આવી રહી છે.

આ સસ્તા અનાજની દુકાને ત્રણ ફુટના અંતરે લાઇનમાં ઉભા રાખવામાં આવે છે. શિક્ષકો, પોલીસ તંત્ર, સ્વૈચ્છીક સંસ્થા દ્વારા સારો સહકાર મળી રહેશે.

રાજ્યના દરેક જિલ્લાના કલેકટરો અને જિલ્લા પુરવઠા અધિકારીઓ સીધી દેખરેખ રાખશે.

આજે રાજ્યમાં શાકભાજીનો જથ્થો પુરતા પ્રમાણમાં છે અને રાજ્યના નાગરિકોને સરળતાથી મળી રહે છે. અમારી લાગણી એટલી જ છે નાગરિકોને પડાપડી કરવી નહિ.

રાજ્ય સરકાર દ્વારા ચૈત્રી નવરાત્રી આવતીકાલે પૂર્ણ થઇ રહી છે ત્યારે ઉપવાસી લોકોને પુરતા પ્રમાણમાં ફળફળાદી મળી રહે છે.

આ ઉપરાંત ખાદ્ય ચીજવસતુ માટે કંટ્રોલ રૂમ નં. ૧૦૭૭ છે. નાની - મોટી ૯૩૪૨ ફરિયાદો મળી છે જેમાં મોટાભાગની ફરિયાદો તો ત્વરિત નિકાલ કરવામાં આવ્યો છે. આજે સવારે સુધી ૨૨,૩૫,૦૦૦ હજાર ફુડ પેકેટોનું વિતરણ કરવામાં આવ્યું છે. દરેક રેશનકાર્ડની દુકાનોને સેનેટાઇઝર આપવામાં આવેલ છે.

પત્રકાર પરિષદમાં નાગરિક પુરવઠા નિયામક તુષાર ધોળકીયા અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત હતા.

(3:43 pm IST)