Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

ડોકટરોની તાબડતોબ ભરતી : નિવૃત્ત થતા આરોગ્ય કર્મચારીઓને ૨ માસનું એક્ષટેન્શન

લોકો ઘરમાં જ રહે, તકલીફ હોય તો ફોન કરે : ડો. જયંતી રવિ

ગાંધીનગર તા. ૧ : આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જયંતી રવિએ જણાવેલ કે, સરકારે બે મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. જેમાં મેડિકલ કોલેજમાં ડોકટરની તાલિમ લઇ રહ્યા છે. આવા જુદી જુદી ફેકલ્ટીવાળાને વોકિંગ ઇન્ટરવ્યુ લઇ તેમને ૧૧ માસના કોન્ટ્રાકટથી નિમણૂંક આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

બીજો એક મહત્વનો નિર્ણય કરવામાં એ આવ્યો છે. રાજ્ય સરકારમાં આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા કર્મચારીઓ - અધિકારીઓ કે જે તા. ૩૧-૩-૨૦૨૦ના રોજ નિવૃત્ત થતાં હતા તેમને બે માસ માટે ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.

ફરીથી વિનંતી કરીએ છીએ કે લોકો બને ત્યાં સુધી ઘરમાં રહે કંઇ પણ તકલીફ હોય તો હેલ્પલાઇન નંબરો આપવામાં આવેલ છે. આપણી ફરજ છે સૌ સરકારની સુચનાનું પાલન કરીએ. ટેસ્ટીંગ કરવા માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

(1:19 pm IST)