Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

રાજ્યમાં 19,208 લોકો ક્વોરેન્ટાઇન : કુલ 1586 લેબોરેટરી ટેસ્ટ કરાવાયા

અમદાવાદ કોરોનાનું હોર સ્પોટ બન્યું : વધુ 8 કેસ નોંધાયા

અમદાવાદ : ક્વોરન્ટીનની સંખ્યા 19,206એ પહોંચી છે. જેમાંથી 18,487 હોમ ક્વોરન્ટીન, 743 સરકારી ક્વોરન્ટીન અને 253 ખાનગી ફેસેલિટીમાં ક્વોરન્ટીન છે. રાજ્યમાં કુલ 1586 લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 82 પોઝિટિવ, 1501 નેગેટિવ આવ્યા છે. જ્યારે 3 ટેસ્ટ પેન્ટિંગ છે.

 કોરોના વાયરસનું એપિસેન્ટર અમદાવાદ બન્યું છે. ગુજરાતમાં આજે 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. તમામે કેસો અમદાવાદમાં નોંધાય છે. આ સાથે જ અમદાવાદ કોરોના વાયરસનું હોટસ્પોટ બની ગયું છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ મીડિયાને કોરોના વાયરસને પગલે ઉદભવેલી સ્થિતિની માહિતી આપી હતી.

(12:33 pm IST)