Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

આજથી ૧પ દિવસ સુધી ન્યાયાધીશોને ચાર્જની ફાળવણી કરાઇ : ૧૦.૩૦થી ૧.૦૦ સુધી કાર્યવાહી

સેસન્સ કોર્ટ અને ચીફ જયુ. મેજી. સીવિલ અદાલતોના જજોને 'ડે ટુ ડે' ચાર્જ સોંપાયો : રાજકોટ ઉપરાંત તાલુકા મથકોએ પણ સીંગલ જજને ડયુટી સોંપાઇ : નવો હુકમ ૧પ એપ્રિલ સુધી અમલી : એપેલેટ કોર્ટોમાં જામીન અરજી, આગોતરા અરજી, રીમાન્ડ સહિતની કામગીરી ચાલુ

રાજકોટ, તા. ૧ : ગુજરાત હાઇકોર્ટની સુચનાનુસાર દરેક જીલ્લાની એપેલેટ કોર્ટો અને તેની તાબાની કોર્ટોમાં આગામી તા. ૧પ એપ્રિલ સુધી ન્યાયાધીશોને 'ચાર્જ' ની ફળવણી કરવામાં આવી છે. ૧પ એપ્રિલ સુધી વડી અદાલત દ્વારા બીજો કોઇ હુકમ ન આવે ત્યાં સુધી આ હુકમ મુજબ રાજકોટ શહેર-જીલ્લા અને તાલુકા કક્ષાની કોર્ટોમાં અરજન્ટ કેસોની સુનાવણી સવારના ૧૦-૩૦ થી ૧-૦૦ દરમ્યાન ચાલુ રહેશે.

અરજન્ટ કાર્યવાહી દરમ્યાન જે તે ચાર્જના ન્યાયાધીશોને જરૂરીયાત મુજબના કોર્ટ સ્ટાફની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને અરજન્ટ કાર્યવાહી દરમ્યાન જરૂર મુજબના કોર્ટ કર્મચારીને ફરજ ઉપર હાજર રહેવું પડશે. કોર્ટનો સમય પૂરો થયે ન્યાયાધીશો અને કર્મચારીઓએ કોર્ટ પરિસર છોડી દેવાનું રહેશે.

રાજકોટની એપલેટ કોર્ટો એટલે કે સેસન્સ અદાલતમાં આજે તા. ૧લી એપ્રિલના રોજ આર.એલ. ઠક્કરને ચાર્જ સોંપાયો છે. કાલે તા. રના રોજ રામનવમીની જાહેર રજા રહેશે. તા. ૩ના રોજ ડી.ડી. ઠક્કર, તા. ૪ના રોજ કે.ડી. દવે ચાર્જમાં રહેશે. તા. પ-૬ રજા છે અને તા. ૭ના રોજ ડી.એ. વોરાને ચાર્જ સંપાયો છે.

આ ઉપરાંત તા. ૮ના રોજ વી.વી. પરમાર, તા. ૯ના રોજ ડી.કે. દવે અને તા. ૧૦ના રોજ એચ.એ. બ્રહ્મભટ્ટ, તા. ૧૧ અને ૧ર રજાના દિવસો છે અને તા. ૧૩ના રોજ કું. એચ.એમ. પવાર અને તા. ૧પના રોજ કું. પી.એન. દવેને ચાર્જ સોંપવામાં આવેલ છે.

રાજકોટ જીલ્લાના ગોંડલમાં ફરજ બજાવતા શ્રી એમ.પી. પુરોહીતે એપેલેટ અધિકારીઓ સાથે પરામર્શ કરીને અરજન્ટ ચાર્જની વ્યવસ્થા કરવાની રહેશે. આજ રીતે ધોરાજી, સહિતના તાલુકા મથકોએ ચાર્જ અંગેનો પરિપત્ર વડી અદાલતના આદેશથી રવાના કરાયો છે.

જયારે એપેલેટ અદાલતોની સબોર્ડીનેટ નીચેની અદાલતો જેવી કે જયુ. મેજી. અને સીવિલ કોર્ટોમાં પણ અરજન્ટ ચાર્જની જે તે ન્યાયધીશો અને જરૂરીયાત મુજબના કોર્ટ સ્ટાફને ફરજ સોંપવામાં આવી છે.

આ હુકમ મુજબ આજે તા. ૧લી એપ્રિલના રોજ રાજકોટ ખાતે એસ.વી. મન્સુરી ચાર્જમાં રહેશે. તા. ૩ના રોજ એસ.એમ. ડિસ્ટ્રી. તા.૪ના રોજ એમ.એ. મકરાણી, તા.૭ના રોજ એમ.વી. ચૌહાણ, તા. ૮ના રોજ આર.બી. ગઢવી , તા. ૯ના રોજ જી.ડી. પડીયા, તા. ૧૦ના રોજ એલ.ડી. વોરા, તા. ૧૩ના રોજ પી.કે. રાય અને તા. ૧પના રોજ એમ.આર. લાલવાણી ચાર્જમાં રહેશે. રાજકોટના મુખ્ય ઇન્ચાર્જ જીલ્લા ન્યાયાધીશ શ્રી આર.એલ. ઠક્કરે બહાર પાડેલ આદેશમાં જણાવ્યું છે કે, જે તે તાલુકા તેમજ મુખ્ય મથકોએ જે કોઇ જયુડીશ્યલ ઓફીસર ચાર્જમાં હોય તેઓએ હેડ કવાટર્સ છોડવું નહિ.

અત્રે એ ઉલ્લેખનીય છે કે આ અગાઉ તા. ર૧ માર્ચથી ૩૧ માર્ચ સુધીની ચાર્જની ફાળવણી અંગેનો હુકમ થયલ જે મુદત પૂરી થતાં આજે તા. ૧લી એપ્રિલથી તા. ૧પ એપ્રિલ સુધી નવો કોઇ હુકમ ન થાય ત્યાં સુધી ઉપરોકત ચાર્જવાળા ન્યાયાધીશો અને તેમના જરૂરી સ્ટાફમાં સ્ટેનોગ્રાફર સહિતના સ્ટાફને ફરજ ઉપર હાજર રહેવા સુચના અપાઇ છે.

(11:52 am IST)