Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

ફીકસ પગારવાળા બોલાવવા છતાં ફરજ પર ન આવે તો લોકડાઉનના બધા દિ'નો પગાર કપાશે

સરકારની સૂચના મુજબ ઘરેથી કામ કરતા હશે તો પગાર મળશે

ગાંધીનગર તા. ૧ : રાજ્યના નાણા વિભાગે કોરોનાની પરિસ્થિતિમાં ફીકસ પગારવાળા કર્મચારીઓને ગેરહાજરી અને હાજરીને લગતો પરિપત્ર નાયબ સચિવ જે.બી.પટેલની સહિથી બહાર પાડયો છે.

પરિપત્રમાં જણાવાયું છે કે, ફીકસ પગારના કર્મચારીઓને (સોશીયલ ડીસ્ટેનસીંગ આઇસોલેશન)ના ભાગરૂપે જો વર્ક ફ્રોમ હોમ (ઘરેથી કામ)ની સૂચના હશે તો તે સમયગાળા દરમિયાન તેઓને ફરજ પર હાજર ગણવાના રહેશે અને તેઓને મળવાપાત્ર જરૂરી પગાર ભથ્થાની ચૂકવણી કરવાની રહેશે.

ઉકત સમયગાળામાં આ ફીકસ પગારના કર્મચારીઓને જો જરૂર જણાય તો તેઓના નિયતકામ માટે અથવા સોંપવામાં આવેલ અન્ય કામગીરી માટે સરકારશ્રી તરફથી જ્યારે પણ બોલાવવામાં આવે ત્યારે તેઓને ફરજ પર હાજર રહેવાનું રહેશે. જો ફીકસ પગારના કર્મચારીને ફરજ પર હાજર થવા જણાવવામાં આવેલ હોવા છતાં તેઓ ફરજ પર ન આવે તો ઉપર્યુકત લોકડાઉનના સમગ્ર સમયગાળા માટે તેઓની ગેરહાજરી ગણીને પગાર ભથ્થા ચૂકવવામાં આવશે નહિ. આ પ્રકારની વ્યવસ્થા ફકત લોકડાઉનના સમયગાળા માટે જ રહેશે.

(11:51 am IST)