Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

કોરોના કહેર વચ્ચે મહેસાણામાં 11 માસના બાળક અને ઊંઝાની યુવતીમાં જોવાયા શંકાસ્પદ લક્ષણ

બાળકને મહેસાણા સિવિલ અને યુવતીને ધારપુર ખાતે સારવાર માટે લઇ જવાઇ

મહેસાણામાં કોરોના વાયરસના બે શંકાસ્પદ કેસ સામે આવ્યાં છે.મળતી વિગત મુજબ મહેસાણામાં કોરોના વાયરસના બે શંકાસ્પદ કેસ સામે આવ્યાં છે. જેને લઇને તંત્ર દોડતું થઇ ગયું છે. આ બે શંકાસ્પદમાં એક તો માત્ર 11 મહિનાનું બાળક છે. જ્યારે અન્ય એક ઊંઝાની યુવતીમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યાં છે.

 11 મહિનાના બાળકમાં શંકાસ્પદ કેસના લક્ષણ જોવા મળ્યાં છે તેમાં તેના કાકાની વિદેશ ટ્રાવેલ હિસ્ટ્રી હોવાનું સામે આવ્યું છે. જો કે હાલમાં બાળકને મહેસાણા સિવિલમાં ખસેડાયા છે.

જ્યારે બે શંકાસ્પદ કેસમાં બીજી ઉંઝાની યુવતીમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણ જોવા મળ્યાં છે. આ ઉંઝાની યુવતીને ધારપુર ખાતે સારવાર માટે લઇ જવામાં આવી છે.

(11:03 am IST)