Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

રાજકોટ સેશન્સ કોર્ટ-સીવીલ ફોજદારી તથા જિલ્લાની તમામ અદાલતોમાં આજથી ૧પ એપ્રિલ સુધી જામીન અરજી રીમાન્ડ અરજીની અરજન્ટ કાર્યવાહી જ થશે :અરજન્ટ ચાર્જમાં એક ન્યાયધીશ તથા એક કર્મચારી હાજર રહેશે :ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટે કરેલા હુકમો : તમામ ન્યાયધીશોને હેડ કવાર્ટરમાં જ રહેવા આદેશ કરાયો

રાજકોટ : કોરોના વાઇરસની મહામારીને લઇ નામદાર ગુજરાત હાઇકોર્ટના આદેશથી સમગ્ર રાજયમાં તા. ર૩ થી ૩૧ સુધી લોકડાઉનને કારણે રાજયની અદાલતોમાં ફકત અરજન્ટ કામગીરી જામીન અરજી તથા રીમાન્ડ રજીની સુનાવણી માટે નિયત સમયે ખુલ્લી રાખવાનો હુકમ કર્યો હતો.

તા. ર૩ માર્ચ પછી પણ લોકડાઉનની મુદત તા. ૧૪ એપ્રિલ સુધી લંબાઇ હોય રાજકોટના ઇન્ચાર્જ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ આર.એલ. ઠકકરે રાજકોટમાં તા. ૧ થી ૧પ એપ્રિલ સુધી કોર્ટોમાં સવારે ૧૦-૩૦ થી ૧ વાગ્યા સુધી અરજન્ટ કાર્યવાહી કરવા માટે ન્યાયધીશોના હુકમો કર્યા છે.

આવી જ રીતે રાજકોટ જીલ્લાના ગોંડલ-જેતપુર-ધોરાજી ઉપલેટા જસદણ તથા તાલુકા મથકની કોર્ટમાં પણ સવારે ૧૦-૩૦ થી ૧ સુધી જ કાર્યવાહી કરવાની રહેશે તેમ ઇન્ચાર્જ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની યાદીમાં જણાવેલ છે. ચાર્જમાં કોર્ટની કામગીરીક રવા આવનાર ન્યાયધીશો તેને જરૃરીયાત મુજબના કર્મચારીઓનો હુકમ તેઓએ કરવાનો રહેશે. વધુમાં તમામ ન્યાયધીશોને હેડકવાર્ટરમાં ફરજીયાત હાજર રહેવાનું રહેશે.

રાજકોટ  હેડ કવાર્ટર મધ્યે કાર્યરત એપેલેટ કોર્ટો

(10:06 pm IST)