Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

પ્રોજેક્ટ નિર્ભયા મંગલમ અંતર્ગત નર્મદા પોલીસ દ્વારા એકલવાયુ જીવન જીવતી મહિલાઓને જીવન જરૂરીયાતની વસ્તુઓ પહોંચાડવા પહેલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસના લીધે સમગ્ર દેશમાં ૨૧ દિવસનું લોકડાઉન હોય નર્મદા જીલ્લાના વરિષ્ઠ નાગરીકો તથા એકલવાયુ જીવન જીવતી મહિલાઓ માટે નર્મદા પોલીસ દ્વારા જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ તથા આકસ્મીક જરૂરીયાત પહોંચાડવા માટેની સેવાનું આયોજન કરવામાં આવ્યુ છે. 
           આ સેવાનો લાભ રાજપીપળા ટાઉન,ડેડીયાપાડા ટાઉન, તથા કેવડીયા અને ગરૂડેશ્વર ટાઉન વિસ્તારના સીનીયર સીટીઝન તથા એકલા રહેતી મહિલાઓને આપવામાં આવશે.આ સેવાનો લાભ લેવા માટે વરિષ્ઠ નાગરીકો તથા એકલી રહેતી મહિલાઓએ પોલીસના જીલ્લાના કંટ્રોલ રૂમ ના ફોન નંબર ૧૦૦ ઉપર ડાયલ કરી જરૂરીયાતોની નોંધ કરાવવાની રહેશે.અને આ કામગીરી નર્મદા જીલ્લાની હંમેશા સેવામાં કાર્યરત નિર્ભયા સ્કોર્ડ દ્વારા જરૂરિયાતમંદ લોકો સુધી પુરી પાડવમાં આવશે તેમ હિમકર સિંહ, જીલ્લા પોલીસ અધિક્ષક,નર્મદા એ જણાવ્યું છે.

(10:23 pm IST)