Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

ઓછા છે જાનુ, વધારો, હાલના સમયમાં તમે અમારા સુપર હિરો છો, એક ફિલ્મ કરી ન હતી એમ સમજોઃ વરૂણ ધવને મહારાષ્‍ટ્ર મુખ્‍યમંત્રી રાહત ફંડમાં ૨પ લાખ આપતા એઝાઝ ખાનનું ટ્વિટ

નવી દિલ્હી: કોરોના વાયરસ ના પ્રકોપથી દરેક વ્યક્તિ ડરેલો છે. દુનિયાભરમાં ફેલાઇ ચૂકેલા આ વાયરસનો સામનો કરવા માટે ભારતમાં 21 દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે. કોરોના વાયરસ વિરૂદ્ધ બોલીવુડના 'ખેલાડી' અક્ષય કુમારની સાથે ઘણા અન્ય સેલિબ્રિટી સામે આવી રહ્યા છે. હવે બોલીવુડ એક્ટર વરૂણ ધવન આ મુહિમ સાથે જોડાયા છે. તાજેતરમાં જ વરૂણ ધવને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રાહત કોષમાં પોતાનું યોગદાન આપ્યું છે. જેની જાણકારી એક્ટરે ટ્વિટ કરી આપી છે. આ પ્રકારે બોલીવુડ એક્ટર એઝાઝ ખાનએ પોતાના જ અંદાજમાં કોમેન્ટ કરી છે.  

વરૂણ ધવનએ ટ્વિટ કરતાં લખ્યું હતું કે ''હું મહારાષ્ટ્ર મુખ્યમંત્રે રાહત કોષમા 25 લાખ રૂપિયા દાન આપવાની શપથ લઉ છું. અમે તમારી સાથે છીએ સર.'' વરૂણ ધવનના આ ટ્વિટ પર એઝાઝ ખાને કોમેન્ટ કરતાં લખ્યું કે ''ઓછા છે જાનૂ, વધારો હાલના સમયમાં, તમે અમારા સુપર હિરો છો. 1 ફિલ્મ કરી ન હતી એમ સમજો, જુબલી કુમાર, લવ યૂ.''

આ ટ્વિટ પર લોકો ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એટલું જ નહી એક્ટર વરૂણ ધવનએ પીએમ નરેન્દ્ર મોદીના રાહત કોષમાં પણ 30 લાખ રૂપિયા દાન કર્યા છે.  

આ પહેલાં અક્ષય કુમારે સરકારની મદદ માટે પીએમ કેયર્સ ફંડ 25 કરોડ રૂપિયા આપ્યા હતા. આ વાતની જાણકારી તેમણે એક ટ્વિટ કરી આપી હતી. આ ડોનેટ કરવામાં આવેલી અત્યાર સુધીની સૌથી મોટી રકમ છે. ત્યારબાદ ગુરૂ રંધાવા, ભૂષણ કુમાર, રાજકુમાર રાવ, શિલ્પા શેટ્ટી, મનીષ પોલ અને વરૂન ધવન પણ સામે આવ્યા.

બીજી તરફ સલમાન ખાને 25 હજાર દહાડી મજૂરોના એકાઉન્ટ ડિટેલ માંગી છે. દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા એક હજારને પાર થઇ ગઇ છે. કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 1024 થઇ ગયો છે. અત્યાર સુધી 27 કરોડ લોકોના મોત થયા છે જ્યારે 95 લોકોની સફળ સારવાર થઇ છે. 

(4:25 pm IST)