Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

૧૭ મેએ આવશે અજય-તબ્બુ અને રકુલની 'દે દે પ્યાર દે'

અજય દેવગણ, તબ્બુ અને રકુલપ્રિત સિંઘ અભિનીત ફિલ્મ 'દે દે પ્યાર દે'નું પહેલુ પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. તે સાથે ફિલ્મ રિલીઝની તારીખ પણ સામે આવી ગઇ છે. ૧૭મી મેના રોજ આ ફિલ્મ આવશે. પોસ્ટર જોતાં જ અજય દેવગણની પહેલી ફિલ્મ ફૂલ ઓૈર કાંટેનો સિન યાદી આવી જાય છે. જેમાં અજયએ બાઇક પર સ્ટંટ કર્યો હતો. આ ફિલ્મના પોસ્ટમાં અજય બે અલગ-અલગ કાર પર પોતાના પગ ટેકવેલો દેખાય છે. જેમાં એક જુના જમાનાની કાર પર તબ્બુ બેઠેલી છે અને નવી સ્પોર્ટ્સ કાર પર રકુલપ્રિત બેઠી છે. પોસ્ટર જોતાં અજયનું પાત્ર બે મહિલા વચ્ચે ઝુલતું હોય તેમ જણાય છે. તો બે અલગ-અલગ દેશમાં તે બે મહિલા સાથે અફેરમાં હોય તેવું પણ લાગે છે. રોમાન્ટીક કોમેડી ફિલ્મનું નિર્માણ ભુષણ કુમાર અને લવ રંજને કર્યુ છે.

(10:07 am IST)
  • મ્યુ.કોર્પોરેશનની વેરા શાખા દ્વારા કુલ ૧૨૫૦ મિલ્કતો સીલ : મ્યુ.કોર્પોરેશનની વેરા શાખા દ્વારા બાકી મિલ્કત વેરો વસુલવા આજ દિન સુધીમાં કુલ ૧૨૫૦ મિલ્કત સીલ કરી હતી. જેમાં સેન્ટ્રલ ઝોનમાં અંદાજીત ૮૫૦ મિલ્કત સીલ કરવામાં આવી હતી. access_time 3:31 pm IST

  • પોરબંદરથી તા. 3 એપ્રિલના રોજ બપોરે વિજય મુહૂર્તમાં લોકસભા ચૂંટણીની વાજતેગાજતે ઉમેદવારી નોંધાવશે કોંગ્રેસી ઉમેદવાર લલિત વસોયા : 300 થી 400 ગાડીઓનો કાફલો રહેશે સાથે : ઉમેદવારી નોંધાવતા પહેલા સુદામા ચોક ખાતે જાહેરસભાને સંબોધશે : હજ્જારો સમર્થકો સાથે રહેશે તેમ અકીલાને જણાવતા શ્રી વસોયા access_time 12:00 am IST

  • રવિવારે સરકારી લેતીદેતી કરતી બેન્કની તમામ શાખાઓ ખુલી રહેશે :આરબીઆઇએ કર્યો આદેશ : રિઝર્વ બેંકે સર્ક્યુલર જાહેર કર્યું :સરકારી પ્રાપ્તિ અને ચુકાવણી માટે 31 માર્ચે તેના તમામ પે એન્ડ એકાઉન્ટ કાર્યાલય ખુલ્લા રહેશે access_time 1:13 am IST