ફિલ્મ જગત
News of Wednesday, 27th March 2019

૧૭ મેએ આવશે અજય-તબ્બુ અને રકુલની 'દે દે પ્યાર દે'

અજય દેવગણ, તબ્બુ અને રકુલપ્રિત સિંઘ અભિનીત ફિલ્મ 'દે દે પ્યાર દે'નું પહેલુ પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. તે સાથે ફિલ્મ રિલીઝની તારીખ પણ સામે આવી ગઇ છે. ૧૭મી મેના રોજ આ ફિલ્મ આવશે. પોસ્ટર જોતાં જ અજય દેવગણની પહેલી ફિલ્મ ફૂલ ઓૈર કાંટેનો સિન યાદી આવી જાય છે. જેમાં અજયએ બાઇક પર સ્ટંટ કર્યો હતો. આ ફિલ્મના પોસ્ટમાં અજય બે અલગ-અલગ કાર પર પોતાના પગ ટેકવેલો દેખાય છે. જેમાં એક જુના જમાનાની કાર પર તબ્બુ બેઠેલી છે અને નવી સ્પોર્ટ્સ કાર પર રકુલપ્રિત બેઠી છે. પોસ્ટર જોતાં અજયનું પાત્ર બે મહિલા વચ્ચે ઝુલતું હોય તેમ જણાય છે. તો બે અલગ-અલગ દેશમાં તે બે મહિલા સાથે અફેરમાં હોય તેવું પણ લાગે છે. રોમાન્ટીક કોમેડી ફિલ્મનું નિર્માણ ભુષણ કુમાર અને લવ રંજને કર્યુ છે.

(10:07 am IST)