Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

‘તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍મા'માં નટુકાકાની વાપસીઃ ગળામાં ઓપરેશન કરાતા 8 ગાંઠો નીકળીઃ લોકડાઉન બાદ તેઓ શુટીંગથી દૂર રહ્યા હતા

મુંબઈ: “તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા” વર્ષોથી દર્શકોનું ભરપુર મનોરંજન કરી રહ્યું છે. અલગ અને શાનદાર સ્ક્રિપ્ટના કારણે આ શૉ કાયમ ચર્ચામાં રહે છે. શૉની સ્ક્રિપ્ટ સિવાય શૉમાં વિવિધ પાત્રો ભજવતા એક્ટર્સની પણ ખૂબ જ ચર્ચા થાય છે. એક તરફ શૉથી કેટલાક જૂના એક્ટર્સ અલગ થઈ ગયા, તો કેટલાક નવા પાત્રો જોડાયા પણ છે. હવે તારક મેહતાના ફેન્સ માટે એક ખુશખબર છે.

“તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા”માં છેલ્લા 9 મહિનાથી ગાયબ રહેલા નટૂ કાકા (ઘનશ્યામ નાયક) એક વખત ફરીથી શૉમાં વાપસી કરી રહ્યાં છે. નટૂ કાકા ટૂંક સમયમાં તારક મેહતાના અપકમિંગ એપિસોડમાં જોવા મળશે.

જણાવી દઈએ કે, 76 વર્ષના નટૂ કાકાએ 16 માર્ચે છેલ્લી વખત શુટિંગ  કર્યું હતું, પરંતુ પછી કોરોના સંક્રમણને પગલે લાગૂ થયેલા લૉકડાઉન બાદ તેઓ પણ શુટિંગથી દૂર રહ્યાં હતા. આ સિવાય નટૂકાકાના ગળામાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં 8 ગાંઠો નીકળી હતી. સતત 3 મહિના સારવાર બાદ તેમની તબીયતમાં સુધારો થયો છે અને તેમણે શૉનું શુટિંગ શરૂ કરી દીધુ છે.

(5:29 pm IST)