Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

એકશન ફિલ્મ 'ધમાકા'નો કાર્તિકનો પહેલો લૂક થયો રિલીઝ

મુંબઇઃ અભિનેતા કાર્તિક આર્યન પાસે અનેક નવા પ્રોજેકટ હાથ પર છે. તેણે અત્યાર સુધી જે રોલ ભજવ્યા છે તે મોટા ભાગના રોમાન્ટીક અને કોમેડી હતાં. પહેલી જ વખત તે એકશન ફિલ્મ કરી રહ્યો છે. 'ધમાકા' નામની ફિલ્મમાં તે અર્જુન પાઠક નામના યુવાનનો રોલ નિભાવી રહ્યો છે. તેનો પહેલો લૂક રિલીઝ થઇ ગયો છે. કાર્તિકની આ ફિલ્મના નિર્દેશક માધવનિરમ છે અને નિર્માતા રોની સ્ક્રુવાલા છે.

(3:23 pm IST)