Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

તપસ્યા... રશ્મિની અનોખી અદા

ટીવી શો ઉતરનમાં કામ કરીને ઘર-ઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી રશ્મિ દેસાઇની હાલની તસ્વીરો સોશિયલ મિડીયા પર વાયરલ થઇ હતી. જેમાંતે વ્હાઇટ ટોપ અને મિની સ્કર્ટ સાથે હોટ-હોટ દેખાઇ રહી હતી. લાઇટ મેકઅપ તેની સુંદરતાને વધુ નીખારી રહ્યો હતો. રશ્મિએ કાતીલાના અંદાજથી પોઝ આપ્યા હતાં. જો કે રશ્મિનો વજન વધેલો હોય તેવું દેખાય છે. આમ છતાં ચાહકો તેની તસ્વીરોને ખુબ પસંદ કરી રહ્યા છે. ટીવી અભિનેતા નંદીશ સંધુ સાથે ૨૦૧૨માં લગ્ન કર્યાના ત્રણ વર્ષ પછી તેણે છુટાછેડા લઇ લીધા હતાં. હવે બંને પોતપોતાની જિંદગી જીવી રહ્યા છે. રશ્મિએ ઉતરનમાં તપસ્યાનો રોલ નિભાવ્યો હતો. આ ઉપરાંત  પરી હુંમૈં, ફીર કોઇ હૈ, કોમેડી કા મહામુકાબલા, ફીઅર ફેકટર-૬, અધુરી કહાની હમારી, બિગ બોસ, શકિત-અસ્તિત્વ કે અહેસાસ કી નાગીન-૩ સહિતના શો કર્યા છે. ગુજરાતી ફિલ્મ સુપરસ્ટાર પણ તેણે કરી હતી. તો ભોજપુરી ભાષાની અઢાર જેટલી ફિલ્મો પણ કરી છે.

(10:06 am IST)