Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

બિગ બોસ બાદ અર્શી ખાન કેટલાક શોમાં નજરે પડી છે

બિગ બોસ બાદ એક ફિલ્મ પણ સાઇન કરીઃ બિગ બોસ-૧૧માં ભાગ લીધા બાદ બાદ અર્શી ખાનની દેશમાં લોકપ્રિયતા રોકેટ ગતિથી વધી રહી હોવાના હેવાલ

મુંબઇ,તા. ૧૮: બિગ બોસ-૧૧માં ભાગ લીધા બાદ ભારતીય મોડલ, અભિનેત્રી અને રિયાલિટી પર્સનાલિટી અરશી ખાનની લોકપ્રિયતા અતિ ઝડપથી વધી રહી છે. તે હવે જુદી જુદી ચેનલોમાં કેટલાક નવા શોમાં કામ કરી રહી છે. તેની પાસે ફિલ્મને લઇને પણ ઓફર આવી રહી હોવાના હેવાલ મળ્યા છે.  તે હવે સેક્સી સ્ટાર સની લિયોન બાદ દેશમાં ગુગલ ઇન્ડિયાની બીજી સૌથી વધારે સર્ચ કરવામાં આવતી સેલિબ્રિટી તરીકે ઉભરી આવી છે. એટલામાં ઓછુ હોય તેમ તેને બોલિવુડમાં ફિલ્મ પણ મળવા લાગી ગઇ છે. બિગ બોસના ઘરમાં રહ્યા બાદ અર્શી ખાને જોરદાર લોકપ્રિયતા જગાવી હતી.અર્શી ખાન હવે ભારતની સાથે સાથે વિદેશમાં પણ લોકપ્રિયતા મેળવી રહી છે. અર્શી થિયેટરમાં એક્ટિંગની શરૂઆત કરી ચુકી છે. જો કે તે ધીમે ધીમે લોકપ્રિય થવા લાગી ગઇ હતી. હવે તે બિગ બોસ બાદ સૌથી વધારે લોકપ્રિય થઇ રહી છે. બિગ બોસ-૧૧ મારફતે તે તમામ ચાહક વર્ગમાં જાણીતી બની ગઇ છે. મોડલિંગ ઇન્ડ્સ્ટ્રીઝ તરફથી પણ તેને ઓફર મળવા લાગી હતી. વર્ષ ૨૦૧૪માં અર્શી ખાન મિસ ગ્લોરી અર્થ બ્યુટી સ્પર્ધા જીતી ગઇ હતી. વર્ષ ૨૦૧૪માં તેબિકિની ઓનલાઇન સ્પર્ધામાં બીજા સ્થાને રહી હતી. તમામ લોકો જાણે છે કે તેની ભારતની પ્રથમ મેઇનલાઇન બોલિવુડ ફોરડી ઐતિહાસિક એક્શન ફિલ્મ લાસ્ટ એમ્પાયર માટે પસંદગી કરવામાં આવી હતી. બિગ બોસ-૧૧માં તે ભાગ લઇને તમામમાં છવાઇ ગઇ હતી. શોના છેલ્લા બે શોમાં તેના નામ પર વિચારણા કરવામાં આવી હતી. હાલમાં તેની પાસે કેટલાક નવા પ્રોજેક્ટ છે.

(12:58 pm IST)