Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

અંગુરી ભાભીનો અનોખો અંદાજ

ટીવીના લોકપ્રિય શોના પાત્રોને આપણે જે ગેટઅપમાં જોતા હોઇએ છીએ તે અસલી જિંદગીમાં પણ એવા જ હોય તેવું દર્શકો માની લેતાં હોય છે. પરંતુ અસલી જિંદગીમાં આ કલાકારો કંઇક જૂદા જ હોય છે. અંગુરી ભાભી તરીકે ઓળખાતી અભિનેત્રી શુભાંગી અત્રે દર્શકોમાં ખુબ લોકપ્રિય છે. ભાબીજી ઘર પર હૈ શો થકી શુભાંગીએ ખુબ નામના મેળવી છે. આ શોમાં તે મોટે ભાગે સાડીમાં જ જોવા મળે છે. તાજેતરમાં શુભાંગી રજા ગાળવા થાઇલેન્ડ ગઇ હતી. ત્યાં પરિવાર સાથે તેણે મજા માણી હતી. તેણે બિકીની લૂકની કેટલીક તસ્વીરો પોસ્ટ કરી હતી. જેણે ચાહકોએ પસંદ કરી હતી. અંગુરી ભાભીનો આ લૂક ખુબ પસંદ કરાયો હતો.

(9:16 am IST)