Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

અક્ષયની ફિલ્મ 'સૂર્યવંશી'માં આ અભિનેત્રીને મળ્યો લીડ રોલ

મુંબઈ: વર્ષ 2020માં ઈદ પર રિલીઝ થનાર અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશી માટે લીડ રોલ માટેની અભિનેત્રીની પસંગદિ થઇ ગઈ છે. એક્શન નિર્દેશક રોહિત શેટ્ટીની આ ફિલ્મમાં જેકલીન ફર્નાડીઝને લીડ અભિનેત્રી તરીકે પસંદ કરવામાં આવી હોવાની માહિતી મળી છે. અક્ષય કુમાર આ ફિલ્મમાં એટીએસ ચીફની ભૂમિકા ભજવશે. સૂર્યવંશી ફિલ્મમાં અજય દેવગણ અને રણવીર સિંહ પણ ખાસ ભૂમિકા ભજવશે.

(5:08 pm IST)