Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

છ વર્ષ બાદ ફરી જોવા મળશે આમિર ખાન અને કરિના કપૂર: દિવાળી પર થશે ધમાકો!

ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામ 2020 દિવાળી પર રિલીઝ થસે : સ્ટારકાસ્ટ હજુ બાકી

મુંબઈ :બોલીવુડના ચોકલેટી સ્ટાર આમિર ખાનની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાની સત્તાવાર ઘોષણા થઈ ગઈ છે. ફિલ્મ 2020 દિવાળી પર રિલીઝ થસે. હજુ ફિલ્મના સ્ટારકાસ્ટની ઘોષણા નથી થઈ. પરંતુ અફવાઓનું માનીએ તો ફિલ્મમાં આમિર ખાનની સાથે કરીના કપૂર જોવા મળી શકે છે

 . આમિર અને કરીના અગાઉ 3 ઈડિયટ્સ અને તલાશ જેવી ફિલ્મો સાથે કરી ચૂક્યાં છે. હાલ કરીના કપૂર ફિલ્મ અંગ્રેજી મીડિયમમાં વ્યસ્ત છે. સાથે જ જજ તરીકે ટીવી શોમાં જોવા મળશે. હવે જોવાનું દિલચસ્પ રહેશે કે કરીના અને આમિર ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાની શરૂઆત ક્યારે કરે છે. તેમને સાથે જોવા ભારે શાનદાર હશે.

   રિપોર્ટ્સ મુજબ આમિર ખાન ખુદ પણ ઈચ્છે છે કે કરીના જ ફિલ્મમાં હોય. કેમ કે તેમની કેમેસ્ટ્રી લોકોને બહુ પસંદ આવી હતી. આમિર ખાને પોતાના જન્મદિવસના અવસર પર લાલ સિંહ ચઢ્ઢાની ઘોષણા કરી હતી. આ હૉલીવુડ ફિલ્મ ફૉરેસ્ટ ગંપની હિંદી રીમેક હશે. ફિલ્મના નિર્દેશક અદ્વેત ચંદન હશે જેમણે સીક્રેટ સુપરસ્ટાર ડિરેક્ટ કરી હતી. જ્યારે ફિલ્મના પ્રોડ્યુસર આમિર ખાન અને વાયોકોમ 18 છે.

(1:31 pm IST)