Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

૭૦ કરોડનો ટેકસ ભર્યો અમિતાભ બચ્ચને

બકરી સાથે વોક કરતા બિગ બી : અમિતાભ બચ્ચન હાલમાં એક બકરી સાથે વોક કરતા જોવા મળ્યા હતા. તેઓ તામિલ ' ઉયાર્ન્થા મનિથમ'માં કામ કરી રહ્યા છે, જેને હિન્દીમાં ' તેરા યાર હું મેૈ' નામે રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મના એક દ્રશ્યમાં તેમની સાથે એક બકરી પણ ચાલતી જોવા મળી રહી છે. શૂટિંગ પરનો ફોટો અમિતાભ બચ્ચને ટ્વિટર પર શેર કર્યો હતો. ફોટોમાં તેઓ સફેદ ધાતી -કૂર્તામાં જોવા મળી રહ્યા છે.

મુંબઇ તા.૧૩: અમિતાભ બચ્ચને વર્ષ ૨૦૧૮'૧૯ માટે ૭૦ કરોડ રૂપિયાનો ટેકસ ભર્યો છે. આ વાતની માહિતી તેમના પ્રવકતાએ આપી હતી. અમિતાભ બચ્ચન લોકોને મદદ કરવા માટે જાણીતા છે. ખાસ કરીને તેઓ ખેડૂતોની લોન ચૂકવવા તરફ વધુ મદદ કરી રહ્યા છે. તેમણે બિહારના મુઝફફરરપૂરના ૨૦૮૪ ખેડૂતોની લોનની ચુકવણી કરી હતી. સાથે જ તેમણે પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારને પણ ૧૦-૧૦ લાખ રૂપિયાની મદદ કરી હતી. અમિતાભ બચ્ચને ૨૦૧૮માં આવેલી '૧૦૨ નોટ આઉટ' અને 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાં'માં કામ કર્યું હતું. આ વર્ષે તેમની 'બદલા' આવી છે જેણે ખૂબ સારો બિઝનેસ કર્યો છે. તેમની આગામી ફિલ્મોની વાત કરીએ તો તેઓ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે 'બ્રહ્માસ્ત્ર' માં પણ જોવા મળશે. આ ફિલ્મ ક્રિસમસ દરમ્યાન રિલીઝ થવાની છે.

(11:36 am IST)
  • જેટ એરવેઝ પાસે ૧૫ એપ્રિલ સુધી ૬ થી ૭ વિમાની સેવા ઓપરેટ કરી શકે તેટલું જ નાણાં ભંડોળ બચ્યું હોવાનું નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું છે.:વડાપ્રધાનશ્રીની ઓફીસ જેટ ક્રાઇસીસ ઉપર નજર રાખી રહી છે. અને પીએમઓએ જેટ એરવેઝમાં સર્જાયેલ કટૉકટી અંગે ઇમરજન્સી બેઠક બોલાવી છે. access_time 9:07 pm IST

  • જમ્મુ- કાશ્મીર : શોપિયામાં સેના પર તોફાનીઓનો પથ્થરમારો :આજે શોપિયામાં બે આતંકવાદીઓને ઠાર કરતા પથ્થરબાજો સક્રિય :સેનાએ પથ્થરબાજો પર ટીયરગેસના સેલ છોડ્યા access_time 1:59 pm IST

  • અલ્પેશ ઠાકોરનું ધરાસભ્યપદ છીનવવા કોંગ્રેસે તૈયાર કર્યો ડ્રાફ્ટ : 7 જેટલા વકીલોની ટીમે તૈયાર કર્યો ડ્રાફ્ટ :કોર્ટની અંદર મજબૂત લડાઈ લડવા તમામ શક્યતાઓને ધ્યાનમાં રાખી ડ્રાફ્ટ તૈયાર :પ્રમુખ અમિત ચાવડાની ડ્રાફ્ટને મંજૂરી મળતા કોંગ્રેસ શરૂ કરશે કાર્યવાહી :અલ્પેશનું ધરાસભ્યપદ છીનવવા કોંગ્રેસ સોમવારે ઉતરશે મેદાને access_time 1:56 pm IST