Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

જાપાનમાં 15 નવેમ્બરના રિલીઝ થશે 'અંધાધુન'

મુંબઈ: શ્રીરામ રાઘવનની રોમાંચક ફિલ્મ અંધધૂન 15 નવેમ્બરના રોજ જાપાનમાં રિલીઝ થશે. આયુષ્માન ખુરાનાએ આ ફિલ્મમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે રાષ્ટ્રીય એવોર્ડ મેળવ્યો છે. આ વર્ષની શરૂઆતમાં આ ફિલ્મ ભારતમાં રજૂ કરવામાં આવી હતી અને ચીન, કોરિયા, રશિયા અને કઝાકિસ્તાન સહિત વિશ્વના વિવિધ ભાગોમાં તેની પ્રશંસા કરવામાં આવી છે.તબ્બુ અને રાધિકા આપ્ટેએ પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકાઓ ભજવી છે. ગત વર્ષે ઓક્ટોબરમાં આ ફિલ્મે 95.63 કરોડની કમાણી કરી હતી.આયુષ્માન ખુરાનાને રાષ્ટ્રીય એવોર્ડ મળવા ઉપરાંત આ ફિલ્મને આ વર્ષે 'બેસ્ટ હિન્દી ફિલ્મ' કેટેગરીનો રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો છે.

(5:36 pm IST)