Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

આયુષ્‍માન ખુરાના બોક્સ ઓફિસ ઉપર છવાયોઃ બાલા ફિલ્મએ ૪ દિવસમાં પ૦ કરોડથી વધુની કમાણી કરી

નવી દિલ્હી : બોક્સઓફિસ પર હાલમાં આયુષ્યમાન ખુરાના છવાયેલો છે. તેની લેટેસ્ટ ફિલ્મ બાલા પહેલા દિવસથી બોક્સ ઓફિસ પર છવાયેલી છે. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે આપેલી માહિતી પ્રમાણે બાલાએ માત્ર ચાર દિવસમાં 50 કરોડ રૂપિયા કરતા વધારે કમાણી કરી છે. આ ફિલ્મમાં આયુષ્યમાને ટાલિયા યુવાનનો રોલ ભજવ્યો છે. અમર કૌશિક દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના સિવાય યામી ગૌતમ, ભૂમિ પેડનેકર, જાવેદ જાફરી તેમજ સૌરભ શુક્લા મહત્વના રોલમાં છે.

ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે આપેલી માહિતી પ્રમાણે બાલાએ ઓપનિંગ ડેના દિવસે 10.15 કરોડ, બીજા દિવસે 15.73 કરોડ અને ત્રીજા દિવસે 18.07 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મે સોમવારે કુલ 8.26ની કમાણી કરતા અત્યાર સુધી 52.21 કરોડ રૂપિયાનો વકરો કર્યો છે. આ સફળતાનું શ્રેય આયુષ્યમાન ફિલ્મની આખી ટીમને આપે છે.

ફિલ્મમાં આયુષ્યમાન, યામી ગૌતમ, ભૂમિ પેડનેકર, જાવેદ જાફરી તેમજ સૌરભ શુક્લાની એક્ટિંગના વખાણ થયા છે. અમર કૌશિકે બહુ શાનદાર રીતે ફિલ્મ બનાવી છે. ફિલ્મ જોતી વખતે તમે કંટાળો નહીં અનુભવો. આ ફિલ્મ 8 નવેમ્બરે થિયેટરમાં રિલીઝ થશે.

(5:17 pm IST)