Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

વરૂણ અને અનુષ્કા શર્માની જોડી પ્રથમ વખત જ દેખાશે

૨૮મી સપ્ટેમ્બરના દિવસે ફિલ્મ રજૂ કરાશેઃ સુઇ ધાગા નામની ફિલ્મનુ શુટિંગ હાલમાં જારી

મુંબઇ,તા. ૧૨, યુવા પેઢીમાં લોકપ્રિય સ્ટાર વરૂણ ધવન અને અનુષ્કા શર્માની જોડી હવે પ્રથમ વખત સાથે નજરે પડનાર છે. સુઇ ધાગા નામની ફિલ્મનુ શુટિંગ હાલમાં ચાલી રહ્યુ છે. આ  ફિલ્મ  ૨૮મી સપ્ટેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. યશરાજ ફિલ્મના નવા પ્રોડક્શન સુઇ ધાગામાં બન્ને કામ કરી રહ્યા છે. આ ફિલ્મનુ નિર્દેશન શરત કટારિયા દ્વારા કરવામાં આવી રહ્યુ છે. કટારિયા વિતેલા વર્ષોમાં દમ લગા કે હઇસા નામની ફિલ્મ બનાવી ચુકયા છે. મનીષ શર્મા આ પ્રોજેક્ટને હાથ ધરનાર છે. વરૃણે આ સંબંધમાં માહિતી આપતા કહ્યુ છે કે ગાંધીજીથી લઇને મોદી સુધી અમારા દેશના તમામ નેતા મેઇડ ઇન ઇન્ડિયાનો મંત્ર આપી રહ્યા છે ત્યારે સુઇ ધાગા સાથે જોડાઇને તે ગર્વ અનુભવ કરી રહ્યો છે. આ ફિલ્મ સાથે તે લાખો ચાહકો સુધી ખાસ પ્રકારના સંદેશાને લઇને જશે. વરૃણે કહ્યુ છે કે આ ફિલ્મ માટે યશરાજ સાથે જોડાઇને તે ભારે ખુશ છે. અનુષ્કા શર્મા પોતે પણ આ અસામાન્ય સ્ટોરીને લઇને આશાવાદી છે. આ સ્ટોરી એક આત્મનિર્ભર બનાવવા સાથે સંબંધિત છે. વરૃણ હાલમાં જુડવા-૨ ફિલ્મમાં નજરે પડ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. આ ફિલ્મમાં તેની સાથે જેક્લીન અને તાપ્સી ચમકી હતી. આ ઉપરાંત પણ વરૃણ પાસે કેટલીક ફિલ્મો રહેલી છે. વરૃણ અને અનુષ્કા અભિનિત ફિલ્મનુ શુટિંગ  ઝડપથી ચાલી રહ્યુ છે.  જ્યારે આ ફિલ્મનુ શુટિંગ વહેલી તકે પૂર્ણ કરીને ફિલ્મને ૨૮મી સપ્ટેમ્બરના દિવસે રજૂ કરવા માટેની પ્રાથમિક તૈયાર કરી લેવામાં આવી છે. અનુષ્કા લગ્ન કર્યા બાદ ફિલ્મોમાં સક્રિય છે.

(12:04 am IST)