Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

સોનમ કપૂરના રિસેપ્શનમાં સલમાન ખાન અને રિશી કપૂર વચ્‍ચે ઝઘડો થયા બાદ રિશી કપૂરની સોહેલ ખાનની પત્ની સાથે બોલાચાલીઃ બાદમાં નીતુ કપૂરે માફી માંગી

મુંબઇઃ ફિલ્મ અભિનેત્રી સોનમ કપૂરના રિસેપ્શનમાં કપૂર અને ખાન પરિવાર વચ્‍ચે ઝઘડો થતા ભારે ચર્ચા જાગી છે.

સોનમ કપૂરનું રિસેપ્શન હાલમાં રંગેચંગે થઈ થઈ ગયું ત્યારે હવે અંદરની વાતો જાહેર થવા લાગી છે. એક રિપોર્ટ પ્રમાણે સોનમના રિસેપ્શનમાં સલમાન ખાન અને રિશી કપૂર વચ્ચે ઝઘડો થયો અને પછી રિશી કપૂરનો સોહેલ ખાનની પત્ની સાથે પણ બોલાચાલી થઈ હતી. જોકે આખરે રિશીના વર્તન પછી તેની પત્ની નીતુએ માફી માગીને વાત સંભાળી લેવાનો પ્રયાસ કર્યો હતો. 

બોલિ્વૂડ લાઇફમાં આવેલા રિપોર્ટ પ્રમાણે  રિશી કપૂર પાર્ટીમાં સલમાનના વ્યવહારથી નારાજ થયા. આ જ અંગેની ફરિયાદ લઈને રિશી કપૂર સોહેલ ખાનની વાઈફ સીમા ખાન પાસે પહોંચ્યા. રિશીએ સીમાને કહ્યું કે સલમાન ક્યારેય તેની સાથે સારી રીતે વાત નથી કરતો. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ, જે બાદ રિશી કપૂર પાર્ટી છોડીને જતા રહ્યા. સીમાએ સલમાનને આ વાત કરી ત્યારે સલમાન પણ નારાજ થયો. 

સોનમની રિસેપ્શન પાર્ટીમાં રિશી કપૂર અને નીતૂ કપૂર સાથે પહોંચ્યા હતા. સામા પક્ષે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે આવ્યા હતા. સલમાન ખાન રિસેપ્શનમાં રાત્રે અઢી વાગ્યે પહોંચ્યો હતો. રિસેપ્શનમાં સલમાને ખૂબ મસ્તી કરી હતી. આ સિવાય સોનમ કપૂર સાથે સલમાને મુજસે શાદી કરોગી…’ ગીત પર ડાંસ કર્યો હતો.

(8:27 pm IST)