Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

રાજકુમાર ગુપ્તાની ફિલ્મ કરશે અર્જુન કપૂર

મુંબઇ:અર્જુન કપૂર ધીરેધીરે બોલીવૂડમાં સ્થાયી થઇ રહ્યો છે. તે જોકે બોક્સ ઓફિસનો સફળ અભિનેતા ગણાતો નથી. હાલ તેણે રેઇડ ફિલ્મના દિગ્દર્શક રાજકુમાર ગુપ્તાની ફિલ્મ સાઇન કરી છે. ફિલ્મ આપણું રક્ષણ કરનારા હીરોને સમર્પિત હશે. ફિલ્મની જાણકારી સ્વયં અર્જુને ટ્વિટર પર આપી હતી. ફિલ્મનું નામ 'ઇન્ડિયા મોસ્ટ વોન્ટેડ છે. ફિલ્મનું શૂટિંગ અર્જુન ઓગસ્ટમાં શરૃ કરે તેવી શક્યતા છે. આવતા વરસના મે મહિનામાં ફિલ્મની રીલિઝની યોજના છે. જોકે ફિલ્મમાં  અર્જુન સાથે કઇ અભિનેત્રી હશે તે હજી જાહેર કરવામાં આવ્યું નથી. અર્જુન હાલ વિવિધ રોલ પર હાથ અજમાવી રહ્યો છે. તેણે ૩૦ વરસના પોલીસ ઓફિસરની ભૂમિકા પણ કરી છે અને આશુતોષ ગોવારીકરની  પિરિયડ ફિલ્મમાં પણ કામ કરી રહ્યો છે.

(4:52 pm IST)