Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

પાકિસ્તાનમાં પણ રિલીઝ થશે ફિલ્મ પરમાણુ

મુંબઇ:ડાયરેક્ટર અભિષેક શર્માએ કહ્યું હતું કે જ્હૉન અબ્રાહમને મુખ્ય ભૂમિકામાં રજૂ કરતી અમારી ફિલ્મ પરમાણુ પાકિસ્તાનમાં પણ રજૂ થશે. શુક્રવારે ફિલ્મના ટ્રેલર લોંચિંગ પ્રસંગે મિડિયા સાથે વાત કરતાં બોલી રહ્યા હતા. ૧૯૯૮માં અટલ બિહારી વાજપેયી ભારતના વડા પ્રધાન હતા ત્યારે રાજસ્થાનના પોખરણ વિસ્તારમાં  ભારતે કરેલા શાંતિપૂર્ણ અણુ વિસ્ફોટની કથા ફિલ્મમાં આવરી લેવામાં આવી છે. ફિલ્મ આમ તો ગયા વરસે તૈયાર થઇ ચૂકી હતી પરંતુ સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતના વિવાદો અને રજૂઆતની તારીખોમાં થયેલા ફેરફારના પગલે પરમાણુની રજૂઆત પણ વિલંબમાં પડી હતી. અભિષેકે કહ્યું કે અમે પાકિસ્તાનમાં ૩૦૦ સ્ક્રીન મેળવ્યા છે જ્યાં અમારી ફિલ્મ રજૂ કરવાની અમારી યોજના છે. પ્રસંગે હાજર રહેલા ફિલ્મના નિર્માતા અને હીરો જ્હૉન અબ્રાહમે કહ્યું કે અમારી ફિલ્મ પાકિસ્તાન વિરોધી નથી, ભારત તરફી છે. અમે શરૃથી એક વાત નક્કી રાખી હતી કે ભારત તરફી ફિલ્મ છે અને ભારતે કરેલા શાંતિપૂર્ણ અણુવિસ્ફોટની ઊજવણી અમે કરી રહ્યાં છીએ. જ્હૉન ઉપરાંત ફિલ્મમાં ડાયેના પેન્ટી, બોમન ઇરાની અને યોગેનદ્ર ટીક્કુ ચમકી રહ્યાં છે. ફિલ્મ ચાલુ માસની ૨૫મીએ રજૂ થવા જઇ રહી છે.

 

 

(4:51 pm IST)