Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

પ્રિયંકા ચોપરાના હાથે લાગી બીજી સફળતા

મુંબઈ:અભિનેત્રી પ્રિયંકા ચોપડા બે વર્ષ બાદ ફરીથી બોલીવુડની સિલ્વર સ્ક્રિન પર આવવાની તૈયારીમાં છે. વર્ષ ૨૦૧૬માં આવેલ ફિલ્મ જય ગંગાજલ બાદ પ્રિયંકા ચોપડા બે વર્ષ સુધી હોલીવુડના પ્રોજેક્ટમાં વ્યસ્ત હતી. ત્યારે હવે તે સલમાન ખાન સાથે ફિલ્મ ભારતમાં નજરે પડનાર છે. પરંતુ આ સાથે જ તેના હાથે વધુ એક બોલીવુડ ફિલ્મ લાગી છે. જેનુ ટાઈટલ છે ધ સ્કાઈ ઈઝ પિંક. આ અંગેની જાણકારી ખૂદ પ્રિયંકા ચોપડાએ જ આપી છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર જણાવ્યુ કે, તૈયારી શરુ થઈ ગઈ. 
પ્રિયંકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મની સ્ક્રિપ્ટની કોપી પણ શેર કરી છે. જેના પર લખ્યુ છે કે, લેખક ઃ સોનાલી બોસ, હિન્દી ડાયલોગ ઃ જુહી ચતુર્વેદી. પ્રિયંકા ચોપડા બે વર્ષથી અમેરીકન ટીવી સીરીઝ ક્વાન્ટિકોને લઈ વ્યસ્ત હતી. આ દરમિયાન તે હોલીવુડ ફિલ્મ બેવોચમાં પણ નજરે પડી હતી, જે તેની પ્રથમ હોલીવુડ ફિલ્મ હતી. તેમજ તે છેલ્લા કેટલાક સમયથી હોલીવુડ કલાકાર નિક જોનસ સાથેના પોતાના સંબંધોને લઈને પણ ચર્ચામાં છે. 
નિક જોનસે પ્રિયંકાના પરિવાર સાથે મુલાકાત કર્યા બાદથી બન્ને વચ્ચેના સંબંધોને વધુ વેગ મળ્યો છે. એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે નિક જોનસ અભિનેત્રી પ્રિયંકા સાથે લગ્ન કરવા માંગે છે. તેમજ તેઓ ટૂંક સમયમાં જ એક જ છત નીચે લીવ ઈનમાં રહે તેવી પણ અટકળો છે

(5:16 pm IST)